Skip to main content

Posts

Showing posts from May, 2017

One Sided Love| एक तरफा प्यार

One Sided Love| एक तरफा प्यार રાહુલ અને ખુશાલી સાંજના સમયે ઘણી વાર પોતાની અગાસી પરથી વાતો કરતા. અઠવાડિયે એકાદ વાર ખુશાલી રાહુલના ઘરે પણ આવતી, તેમની વાતોનો અંત ક્યારેય ઘડિયાળના ટકોરે તો ન જ આવતો. રાહુલની નાની-મોટી મસ્તી અને તેની નખરાળી વાતોમાં ખુશાલી તેના બધા જ કામ અને દુઃખ ભૂલી જતી. રાહુલની દરેક વાતને હાસ્યસ્પદ રીતે કેહવાની અને તેમાં જ શિખામણ આપી દેવાનો અંદાજ ખુશાલીને વધારે ખુશ કરી દેતો અને આથી ખુશાલી ઘણી વાર તેની સહેલીઓને પણ રાહુલને મળવા લઇ જતી. પાતળો બાંધો, ઊંચું કદ, સ્ફૂર્તિમય અને એક દમ સ્વેત ચેહરો ધરાવતો રાહુલ તેના સપનાઓ પાછળ ઘેલો હતો. જયારે ખુશાલી સુંદર, શાંત સ્વભાવની, મોટી આંખોવાળી અને અંતર્મુખી હતી જે માત્ર રાહુલ સામે જ દરેક વાત કે પ્રશ્નોને ઠાલવતી. અને રાહુલ તેના દરેક પ્રશ્નોને રમુજી બનાવી ખુશાલીને હસાવવા પ્રયત્ન કરતો. સમય જતા ખુશાલી રાહુલ સાથે મનથી ઘણી નિકટ આવી ગઈ હતી. જયારે રાહુલના મનમાં તેના સપના આકાર લઇ રહ્યા હતા. ફોટોગ્રાફી અને એનીમેશનમાં રાહુલની પહેલેથી જ રુચિ હતી અને આ ક્ષેત્રે જંપ લાવવું એ રાહુલનું સપનું હતું.  જેમ જેમ સમય વીતતો ગયો તેમ ખુશાલીની રાહુલ સાથે આત્

10th board Result | 12th Result | motivation

Pressure of Result: શાળાઓમાં વેકેશન પતવાને આરે આવીને ઊભું છે. મામા કે ફોઈ ના ઘરે ગયેલા ટેણિયાંઓ ઘણી બધી નવી રમતો અને સ્મરણાં લઈને પાછા ફરી રહ્યા છે. ફરી સ્કુલ જવાની ઉત્સુકતા સાથે મનમાં વેકેશન પૂરું થઇ જવાનો એક જરાક અફસોસ સાથે ટેણિયાંઓ ફરી સ્કૂલ જતા થઇ જશે. ફરી સવાર બપોર અને સાંજે વિદ્યાર્થીઓનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે બીજી બાજુ ધોરણ 10 અને 12 નું રીઝ્લ્ટ આવવાની તૈયારીમાં છે. જબરદસ્ત તૈયારી અને ઉજાગરા બાદ વેકેશનમાં ખુબ મઝા અને તેમના શોખને પૂરતો સમય આપી હવે થોડો ડર અને ઉત્સાહથી તેમના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હશે. માતા-પિતા તેમના બાળકો માટે કઈ લાઈન સારી છે અને તે માટે કઈ કૉલેજ યોગ્ય છે તે જાણવા સંબંધીઓ અને મિત્રોને પૂછીને તારણ પણ મેળવી લીધું હશે. વિદ્યાર્થીઓ તેમના સાથે ભણતા તેમના મિત્રો સાથે ફોન અને ફેસબુક પર રિઝલ્ટનું ટેંશન શેર કરવા લાગ્યા હશે અને ટેંશન હોય પણ ખરા જ ને તેમના વિદ્યાર્થીકાળની અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું રિઝલ્ટ જે આવવાનું હોય છે. આ રિઝલ્ટનું એટલું જ ટેંશન તે તેથી વધારે તેમના માતા-પિતાને હોય છે કારણકે બાળકથી તેમની આશાઓ પણ ઘણી મોટી હોઈ છે. રિઝલ્ટ આવતાની સા

Hindi Medium: full movie | review

શુક્રવારે આવેલી ફિલ્મ "હિન્દી મીડીયમ" ની ઘણી પ્રશંસાઓ સાંભળવા મળી રહી છે. ફિલ્મનો અભિનય અસામાન્ય છે અને વિષય હાલ ના સમયના સ્કુલ એડમિશનને લખતો છે. "ઇસ દેશ મેં અંગ્રેઝી ઝબાન નહિ, ક્લાસ હૈ" આ ડાયલૉગ શુક્રવારે આવેલી ફિલ્મ "હિન્દી મીડીયમ" નો છે. ઘણા બધા પ્રાદેશિક ભાષા (ગુજરાતી, હિન્દી, મરાઠી, વગેરે) સાથે ભણેલા માતા-પિતા કે જેઓ તેમના સંતાનો માટે શહેરની સારી એવી ઇંગલિશ મિડિયમ સ્કૂલમાં એડ્મિશન કરાવવા માટે દોડ્યા કરે છે. અને સ્વાભાવિક રીતે સંતાન નું ભવિષ્ય તેમના કરતા વધારે ઉજ્જવળ બનાવવા માંગે છે આવા ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ જ એક માત્ર રસ્તો છે. માતા-પિતા બાળકના સારા ભવિષ્ય માટે તેના શિક્ષણ માટે તેમની ક્ષમતા કરતા કંઇક વધારે કરી છૂટવા પણ તૈયાર હોય છે. આથી જ સરકારી અને અર્ધ સરકારી શાળાઓના શિક્ષણ પર ભરોસો ન કરી પ્રાઇવેટ, મોંઘીદાટ અને વૈભવી શાળાઓમાં એડમિશન કરાવે છે. હવે આવી શાળાઓમાં એડમિશન બે ભાગોમાં વેહ્ચાય છે એક તો ગુજરાતી  મીડીયમ અને બીજું અંગ્રેજી મીડીયમ. અંગ્રેજી ભાષાનું કોર્પોરેટ જગતમાં અને મોટા ક્ષેત્રોમાં મહત્વ જોઈને કોઈ પણ માતા-પિતા શા માટે ગુજરા
બેકપેકર્સ : True game changers તેનું નામ યશ પટેલ. મૂળ ગુજરાતી પણ દિલ્હીમાં સ્થાયી જેની ઉંમર ચોવીસ-પચીસ વર્ષ હશે. પાતળો બાંધો, ઊંચું કદ, સ્ફૂર્તિમય મિજાજ અને દુનિયા ઘૂમી લેવાના સપના સાફ દેખાઈ આવે એવી તેજ આંખો. ચેહરા પર ઉંમર નો જરાય લસરકો નહિ એવા વેસ્ટર્ન ચેહરા પર આચ્છી દાઢી અને કલાસિક ચશ્માને કારણે ચેહરા પર અલગ જ ચાર્મ દેખાતો હતો. જૂનું ઘસાયેલું જિન્સ અને ખુલતી ટી-શર્ટ તેનો રોજનો પોશાક જ હતો. તે બેક્પેકર છે. કઈ નઈ તો અત્યારે તો આ જ તેની સાચી ઓળખ છે. બેક્પેકર શબ્દ કદાચ નવો હોઈ શકે. બેક્પેકરને ટૂંક માં સમજવો હોઈ તો "યેહ જવાની હે દીવાની" ફિલ્મ નો રનબીર કપૂર કહી શકાય. ખભા પર મોટ્ટો તોતિંગ થેલો ભરાવીને દુનિયા ના જુદા  જુદા દેશોના રંગોએ  રંગાવા અને નિહાળવા નીકળી પડેલો બિન્ધાસ્ત પ્રવાસી. સામાન્ય પ્રવાસીઓની જેમ મોટી સૂટકેસ, વધારે સામાન, એડવાન્સ બુકિંગ, કાર, વગેરે બેક્પેકર્સને માફક ના આવે. તે તો બિન્ધાસ્ત અને જુગાડુ જ હોવાનો જે ઓછા પૈસે વધારે ફરી લે. આવા અનેક પ્રવાસીઓ ઇન્ડિયા આવે છે અને મહિનાઓ સુધી અલગારી રખડપટ્ટી કરે છે. યશ તેની બેકપેકર્સ કોમ્યુનિટીનો પરફેક્ટ પ્રતિનિધિ છ

Shahrukh Khan

Shahrukh Khan name is enough: "શાહરૂખ ખાન" નામ સાંભળતાની સાથે જ "ડર", "બાઝીગર", "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે", "કુછ  કુછ હોતા હે", "કલ હો ના","દેવદાસ", "દિલ સે", " વીર ઝારા", "ચક દે ઇન્ડિયા", "ડોન", "ડોન-2", "જબ તક હૈ જાન" જેવી અનેક હિટ ફિલ્મોની યાદ આવી જ જાય અને કેમ ન આવે. આ દરેક ફિલ્મો એ  હિન્દુસ્તાની ફિલ્મ જગતની સાથે વિદેશની ધરતી ઉપર પણ ગજબની ધૂમ મચાવી હતી. ત્યાર પછી જ તો શાહરૂખ ખાન "બાદશાહ",  "બાદશાહ ખાન","કિંગ ખાન" નામથી જાણીતો થયો. આ બધી સફળતા પાછળ શાહરૂખ ખાનનું સંઘર્ષ પણ કઈ નાનું સુનું ન હતું. દિલ્હીની ગાલિયોમા જન્મેલા શાહરુખ ખાનની માતાની ખ્વાહિશ હતી કે તેનો શાહરૂખ દિલીપ કુમાર જેવો મોટો સ્ટાર બને. પંદર વર્ષની ઉંમરે જ પિતાનો દેહાંત થઇ ગયા બાદ માતાએ નાના મોટા કામ કરી શાહરુખનો અભ્યાસ પૂરો કરાવ્યો. અભ્યાસ બાદ શાહરૂખે થિયેટર જોઈન કર્યું, જ્યાં તેના ગજબ અભિનયને જોઈને લોકોએ બોલિવૂડમાં ઑડિશન આપવાની સલાહ આપી.

વર્ષનો પેહલો વરસાદ Baarish

Half Feelings: ઓફિસથી છૂટ્યા પછી બહારનું વાતાવરણ કંઈક અલગ જ હતું. ઝરમર વરસાદ હાલ જ થંભયૉ હોઈ એવું જણાતું હતું. ભજીયાની લારી પર ખાસ્સી ભીડ લાગી ગઈ હતી. હવામાં ભીની માટીની સુગંધએ મદિરાનું કામ કરી દીધું હતું જેના નાશમાં લોકો તરબતર હોય એવું લાગતું હતું. બસ-સ્ટેન્ડમાં બેસેલા મુસાફરોના ચેહરા પર પણ એક અલગ તાજગી દેખાતી હતી અને હોય જ ને કેમ ના હોય! વર્ષનો પેહલો વરસાદ જો હતો ભલેને ઝરમર હોય. બસની રાહ જોતો હું સમગ્ર દ્રશ્યનું પવિત્રતાથી નિરીક્ષણ કરવા લાગ્યો એવામાં જ બસ આવી ગઈ. બસમાં ચઢતાની સાથે જ એક નાજુક આંખોમાં જ મારૂ મન અટવાઈ ગયુ. એટલી સુંદર આંખો અને તેમાં પણ આંખમાં ગજબની ચમક. ચેહરા પર મીણ થી પણ વધારે નમણાશ હતી કે અડકતાની સાથે જ પીઘળી જાય. વરસાદ પછીનો એ સમય અને તેમાં પણ આટલી સુંદર નાજુક તરૂણીના નજરોનો જાદુ છેક મનના ઊંડાણ સુધી ઉતરી ગયો હતો. બસ એક જ પ્રાર્થના કરતો હતો કે આ સફર ક્યારેય પૂરું જ ના થાય. પણ સમય ક્યાં કોઈની રાહ રાહ જોવે જ છે. આખરે જોત જોતામા જ સફર પતી ગયો. નાજુક આંખોનો એ નશો આજે પણ એવો ચઢેલો છે કે ક્યાંક કોઈ એવા જ સફરમાં કોઈ બસમાં ફરી મેળાપ થઇ જાય અને બે ઘડી કંઈક વાતોના ઘુંટડા પિ

પાણી અને ઉનાળો

પાણી અને ઉનાળો બાહુબલી અને આઈપીલ ની જોરદાર ટ્રેન્ડ વચ્ચે હજુ પણ એવી અનેક જગયાઓ છે જ્યાં વીજળી તો દૂર પાણીની એક બુંદ માટે પણ ઘણો પરિશ્રમ કરવો પડે છે. જોવા જઈએ તો આસ્થિતિ માત્ર મનુષ્યની જ નહિ પણ ફૂલો પર રહેતી નાની જીવાતો થી લઈને જંગલી જીવો અને હાથીની  પણ થાય છે. મનુષ્યની તરસ "પાણી ની પરબ" પર થી છીપાઇ જાય છે પણ મૂંગા જીવોનો તો જીવ બળી ને ખાખ થઇ જતો હશે. આ સોશ્યિલ મીડિયાના ટ્રેન્ડિંગ અને આઉટ ઓફ ટ્રેન્ડ ના સમયમાં જો કોઈને આ મુંગા પ્રાણીઓ સામે જોવા નો પણ સમય મળી જાય ભગવાન મળ્યા કહી શકાય. ગરમી નો પારો જેમ જેમ ચઢે છે એમ એમ સોશ્યિલ મીડિયા ઉપર ન્યૂઝ ફીડ થયા કરે છે. મે મહિના ની ચકચાર ગરમી માં એ.સી. ની ઠંડીમાં પડી રહેવાને શાન સમજતા લોકો આજે ક્યાં પક્ષીઓ અને જીવો પ્રત્યે હમદર્દી દાખવે. આવી સ્થિતિને જોતા એ દ્રશ્ય પણ દૂર નથી કે બાપ તેના દીકરા ને યૂટ્યૂબ પર જ પક્ષીઓ અને પ્રાણીઓ બતાવશે અને કેહશે કે "અમે તો સાથે રમતા હતા અને અમુક તો લાઈવ જોયેલા છે." આ હસવાની વાત ને સમય જતા હકીકત માં પરિણમતા વાર લાગે એમ નથી. જો વાત ખોટી લાગે તો એક વખત ભર બપોરમા એ.સી. રૂમ ની બહારનું દ્રશ્ય

beautiful eyes

એની આંખો પર જ અંજાઈ ગયો હતો કે સપના ની માયાજાળે ઠપકો આપી દીધો. લોકો ના સપના અને લોકો ની આશાઓને પુરી કરવા ઝીંદગી ના સાચા સુખ ભૂલી ગયો છું પણ આજે એ સુખની ઝંખના કરું છું. નથી ભુલ્યો એ આંખો અને નથી ભુલ્યો એ પળને જેને લીધે આજે મન માં જબરદસ્ત કશ્મકશ ઉભી થઇ છે