Skip to main content

Posts

Showing posts from June, 2017
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ફરી એ મોટુ પણ ખાલી બેગ ઉઠાવવાનું મન થઇ ગયું છે, પાણીની ખાલી બોટલમાં યાદો અને સપનાનું કોકટેલ ભરી લેવાનું મન થઇ ગયુ છે. એક જ ચોપડામાં આખી દુનિયા લખી નાખવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ઢાંકણા વગરની પેન માટે આજે ફરી ફાંફા મારવાની ઈચ્છા થઇ ગઈ છે, ખોટા બહાના આપી આજે મિત્રો જોડે ઘણું બધું લખાવી દેવું છે, પાર્કિંગમાં બેસીને આજે ફરી થોડી સલાહ લઇ લેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે લેક્ચરમાં જવા આજે તને આગળ કરી દેવો છે, લેક્ચરમાં બેસીને આજે ફરી તારો નાસ્તો ખાવો છે, લેક્ચરમાં લીધેલી આધુરી ઊંઘને આજે ફરી પુરી કરવી છે, કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. "તારી માટે તો જાન છે" સાંભળવાનું આજે ફરી મન થયું છે, કોલેજના ટેરેસ પરથી અધૂરી યાદોને સમેટી લેવી છે, અધૂરી વાતોને આજે પગથિયાં પર બેસીને પુરી કરી દેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. દુનિયાની વાનગીઓ બાજુ પર મૂકી દોસ્તોના ટિફિનમાંથી આજે પેટ ભરી લેવું છે, બોટલ ખાલી કરીને આજે તને તરસ્યો રાખી દેવ

Raabta Movie | wait is over

 Raabta Raabta and 20 Other Bollywood Films That Are Rising The Excitement For The Year 2017-18 આજે સિનેમાઘરો માં લાગેલી ફિલ્મ રાબતાએ છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચા જગાવી હતી જેનો આજે અંત આવશે. ટ્રેલરથી જ માલુમ પડતું હતું કે ફિલ્મની વાર્તા કંઇક અલગ જ છે તેમાં પણ સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનોનની ગઝબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે અને રાજકુમાર રાવનો દમદાર અભિનય. ઘણાએ ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધું હશે જેને લીધે અમુકના પ્લાન થિયેટર સુધી જઈને પણ કેન્સલ થતા હશે, કારણ કે ટિકિટ મેળવી મુશ્કેલ હશે. એમાં પણ સાંજ પડતા ઈન્ટરનેટ પર "Raabta movie review" સર્ચ થવાનું ચાલુ થઇ જશે જ્યાં બીજી બાજુ ફિલ્મ download કરવા વાળા "Raabta full movie download"  સર્ચ કરવા લાગશે. આ તો હતી માત્ર રાબતાં ફિલ્મની વાત કે જેની ચર્ચા નો અંત આજે આવી જશે પણ બીજી એવી ઘણી બહુચર્ચિત ફિલ્મ છે જેનું હજુ માત્ર ટ્રેલર, ફર્સ્ટ લૂક કે નામ જ બહાર આવ્યા છે. એવી કેટલીક ફિલ્મોનું લિસ્ટ અહીં રજુ કરેલ છે. 1. રાબતા (Raabta) : આજે રજુ થયેલી ફિલ્મ કે જેમાં સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનોન મુખ

Love and Friendship | પ્રેમ અને મિત્રતા

Love and Friendship | પ્રેમ અને મિત્રતા રવિ. એક અંતરમુખી અને ઓછાબોલો પણ પ્રથિપુર ગામનો સૌથી પ્રિય છોકરો. પાતળો બાંધો અને સામાન્ય કદ ધરાવતો રવિ અભ્યાસમાં ખુબ જ આગળ હતો. અભ્યાસમાંથી સમય કાઢીને ઘણીવાર તેના પિતાને ખેતરમાં મદદ પણ કરાવતો. ગામમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા પછી રવિએ નજીકના શહેરની કોઈ શાળામાં એડમિશન લઇ ધોરણ 11 શરુ કર્યું. અભ્યાસમાં રુચિને કારણે ઘરે થી પણ તેને કોઈ બાંધછોડ નહતી. ગામથી શાળા લગભગ દસેક કિમી જેટલી દૂર હતી અને ગામમાં બસ પણ ઘણી ઓછી આવતી હોવાથી રવિ દરરોજ સાયકલ લઈને શાળાએ જતો. રવિ તેનો નિત્યકર્મ પતાવી સવારે જ વાંચવા બેસી જતો. 11 વાગતા તે જમીને શાળાએ જવા નીકળી જતો અને પાછા આવતા આવતા તેને સાંજના સાત વાગી જતા. રવિ ઘણીવાર રાતે ગામના બાળકોને અભ્યાસમાં મદદ પણ કરતો. ગામના મોટા લોકો પણ તેની પાસે અમુકવાર અંગ્રેજી પત્રો અને કાગળ લઈને આવતા. આમ રવિનો આખો દિવસ શાળામાં અને ત્યારબાદ લોકોની મદદ કરવામાં જ દિવસ નીકળી જતો. એક વાર શિયાળાની સાંજનો સમય હતો. સુરજ આથમી ગયો હતો અને અંધારું થવામાં ખાલી એક પાતળી રેખા જ બાકી હતી. શાંત સડક પર રવિ શાળાએ થી સડસડાટ પાછો આવી રહ્યો હતો. પવનના કારણ