Skip to main content

Raabta Movie | wait is over


Raabta
Raabta and 20 Other Bollywood Films That Are Rising The Excitement For The Year 2017-18

આજે સિનેમાઘરો માં લાગેલી ફિલ્મ રાબતાએ છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચા જગાવી હતી જેનો આજે અંત આવશે. ટ્રેલરથી જ માલુમ પડતું હતું કે ફિલ્મની વાર્તા કંઇક અલગ જ છે તેમાં પણ સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનોનની ગઝબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે અને રાજકુમાર રાવનો દમદાર અભિનય. ઘણાએ ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધું હશે જેને લીધે અમુકના પ્લાન થિયેટર સુધી જઈને પણ કેન્સલ થતા હશે, કારણ કે ટિકિટ મેળવી મુશ્કેલ હશે. એમાં પણ સાંજ પડતા ઈન્ટરનેટ પર "Raabta movie review" સર્ચ થવાનું ચાલુ થઇ જશે જ્યાં બીજી બાજુ ફિલ્મ download કરવા વાળા "Raabta full movie download"  સર્ચ કરવા લાગશે. આ તો હતી માત્ર રાબતાં ફિલ્મની વાત કે જેની ચર્ચા નો અંત આજે આવી જશે પણ બીજી એવી ઘણી બહુચર્ચિત ફિલ્મ છે જેનું હજુ માત્ર ટ્રેલર, ફર્સ્ટ લૂક કે નામ જ બહાર આવ્યા છે. એવી કેટલીક ફિલ્મોનું લિસ્ટ અહીં રજુ કરેલ છે.




1. રાબતા (Raabta) :


આજે રજુ થયેલી ફિલ્મ કે જેમાં સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનોન મુખ્ય રોલમાં છે. દિનેશ વીજાનએ ડાયરેક્ટ અને પ્રોડ્યૂસ કરેલી આ ફિલ્મ રોમેન્ટિક અને થ્રિલર પ્રકારની છે. આ ફિલ્મના ટ્રેલરથી જ બધાની નજર ફિલ્મ પર હતી. રાબતા ફિલ્મના બધા જ ગીતોને પણ દર્શકો તરફ થી ખાસ્સો પ્રતિસાદ મળ્યો છે.




2. બેહેન હોગી તેરી (Behen Hogi Teri) :


બેહેન હોગી તેરી ફિલ્મના ટાઇટલએ જુવાનિયા અને ખાસ કરીને છોકરાઓમાં ઘણી ચર્ચા જગાવી છે. આ ફિલ્મ પણ આજે જ થિયેટરમાં લાગી છે. જેમાં મુખ્ય અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી શ્રુતિ હસન છે. આ ફિલ્મ પાડોશની છોકરીને પ્રેમ કરી બેસતા છોકરાની છે. બેહેન હોગી તેરી ફિલ્મ રોમેન્ટિક અને ખુબ જ કૉમેડી ફિલ્મ છે.




3. બેંક ચોર (Bank Chor) :


બેંક ચોરએ રિતેશ દેશમુખને ચમકાવતી ફિલ્મ છે. રિતેશ દેશમુખ હોય એટલે કૉમેડી તો હોય જ એ સ્વાભાવિક છે. બેંક ચોરએ ત્રણ સ્ટુપિડની કહાની છે જે બેંક લૂંટવા જાય છે જ્યાં બધું ઊંધું થવા લાગે છે. 16 જૂને આવનારી બેંક ચોરનું ટ્રેલર પણ ઈન્ટરનેટ પર ખાસ્સું હિટ થઇ ગયું છે.




4. રોબોટ 2.0 (Robot 2.0) :
રોબોટ 2.0 એ વિજ્ઞાનને લખતી આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર કહેવાતા રજનીકાંત , એક્શન હીરો અક્ષય કુમાર અને એમી જેકસન ચમકી રહ્યા છે. આ ફિલ્મ છેલ્લા એક વર્ષથી ઘણી ચર્ચામાં છે અને આ ફિલ્મ ઇન્ડિયામાં ક્યારેય ન બની હોય એવી ફિલ્મ છે એવું માનવામાં આવી રહ્યું છે. રોબોટ 2.0 એ 25 જાન્યુઆરી 2018 એ રિલિઝ થશે જેના ઘણા બધા લૂક્સ બહાર આવી ગયા છે.




5. ટ્યુબલાઈટ (Tubelight) :


ટ્યુબલાઈટ કદાચ સૌથી વધારે ચર્ચિત ફિલ્મ કહી શકાય. સુપરસ્ટાર સલમાન ખાનને ચમકાવતી આ ફિલ્મની રાહ તેમના ફેન્સ સહિત બધા જ જોઈ રહ્યા છે. ટ્યુબલાઈટ એ જંગના સમયની પિરિયડ ડ્રામાં ફિલ્મ છે જે કબીર ખાન દ્વારા લેખિત અને ડાયરેક્ટ કરેલી છે. 23 જૂને રિલીઝ થનારી ટ્યુબલાઈટમાં સલમાન ખાનના અભિનયની ચર્ચા પણ ઘણી થઇ રહી છે.




6. ટાઇગર ઝિંદા હૈ (Tiger Zinda Hai) :


ટાઇગર ઝિંદા હૈ પણ સલમાન ખાનની જ ફિલ્મ છે. 2012 માં આવેલી અને સુપરહિટ નીવડેલી ફિલ્મ "એક થા ટાઇગર" ની જ આ બીજી કડી છે. જેમાં સલમાન ખાનની સાથે કેટરિના કૈફ પણ છે. ટાઇગર ઝિંદા હૈ 22 ડિસેમ્બર 2017 એ રિલીઝ થવાની છે.




7. ટોયલેટ - એક પ્રેમ કથા (Toilet - Ek Prem Katha) :


આ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીજી શરુ કરેલા "સ્વચ્છ ભારત અભિયાન" ના ભાગ રૂપે બનાવવામાં આવેલી આ ફિલ્મ ગામ અને બીજા અમુક વિસ્તારોમાં થતી ખુલ્લામાં શૌચ ક્રિયાઓ વિષેની લાગી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય રોલમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર છે. આ ફિલ્મ 17 ઑગસ્ટ 2017 એ થિયેટરમાં લાગશે.




8. મુન્ના માઈકલ (Munna Michael) :


આવનારી ફિલ્મ મુન્ના માઈકલ એ એવા જુવાન છોકરાની છે જે તેના આઇડલના પગલે ચાલવાની કોશિશ કરે છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, નિધિ અગ્રવાલ અને નવાઝુદીન સિદ્દીકી ચમકી રહ્યા છે. મુન્ના માઈકલ ફિલ્મનું ટ્રેલર હજુ હાલ જ રિલીઝ થયું છે અને ટૂંક સમયમાં જ ઘણું હિટ થયું છે. આ ફિલ્મ 21 જુલાઈ 2017 એ આવી રહી છે.


9. જગ્ગા જાસૂસ (Jagga Jasoos) :


રણબીર કપૂર અને કેટરિના કૈફને ઘણા સમય પછી આ ફિલ્મમાં સાથે જોવા મળશે. જગ્ગા જાસૂસમાં રણબીર કપૂર પોર્ટરયિંગ ડિટેકટિવ તરીકે જોવા મળશે. આ ફિલ્મનું એક સોંગ "ઉલ્લુ કા પઠ્ઠા" ઘણું અતરંગી અને હિટ થયું છે. જગ્ગા જાસૂસ 17 જુલાઈ 2017 એ થિયેટરો માં લાગશે.




10. હસીના (Haseena) :


શ્રદ્ધા કપૂરને ચમકાવતી ફિલ્મ હસીનામાં તેને દાઉદ અબ્રાહિમની બેહેન હસીના પારકરનો રોલ કરી રહી છે. શ્રદ્ધા કપૂર સૌ પ્રથમ વખત ગેંગસ્ટરની જેમ ડાયલોગ બોલતી દેખાશે. હસીના 14 જુલાઈ 2017 એ રિલીઝ થશે.




11. સિક્રેટ સુપરસ્ટાર (Secret Superstar) :


દંગલની જોરદાર સફળતા પછી આમિર ખાન ફરી સિક્રેટ સુપરસ્ટારમાં તેનો દમદાર અભિનય જોવા મળશે. સિક્રેટ સુપરસ્ટારમાં ઝાયરા વસીમ, માહેર વીજ અને આમિર ખાન મુખ્ય રોલમાં હશે. સિંગર બનવાનું સપનું જોતી ટીનેજર છોકરી વિશેની કહાની વાળી આ ફિલ્મ 4 ઑગસ્ટ 2017 એ રિલીઝ થશે.




12. જુડવા 2 (Judwa 2):


મૂળ સલમાન ખાન અભિનીત જુડવા ફિલ્મની જ આ સિક્વલ છે જેનું ડિરેકશન ડેવિડ ધવન દ્વારા થયેલું છે. જેમાં ડબલ રોલમાં વરુન ધવન અને મુખ્ય અભિનેત્રી તરીકે જેકવેલીન ફર્નાન્ડિસ અને તાપસી પન્નુ ચમકશે. આ ફિલ્મ 29 સેપ્ટેમ્બર 2017 એ થિયેટરમાં ધૂમ મચાવશે.




13. શૅફ (chef) :


શૅફ ફિલ્મ એ 2014 માં આવેલી શૅફની જ રીમેક છે જેમાં મુખ્ય રોલમાં સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાન છે. ઘણા લાંબા સમય પછી આ રિયલ લાઈફ કપલ સાથે દેખાશે. આ ફિલ્મ 14 જુલાઈ 2017 એ રિલીઝ થવાની તૈયારી માં છે.




14. ગેસ્ટ ઈન લન્ડન (Guest In London) :


2010 માં આવેલી ફિલ્મ અતિથિ તુમ કબ જાઓગે ફિલ્મએ દર્શકોને પેટ પકડીને હસાવી દીધા હતા. ગેસ્ટ ઈન લન્ડન પણ તેની સિક્વલ જ છે. જેનું ડિરેકશન અશ્વિની ધીર એ કરેલું છે અને આ ફિલ્મના ટ્રેલરથી લાગી રહ્યું છે કે ગેસ્ટ ઈન લન્ડન પણ દર્શકોને મઝા કરાવી દેશે. પ્યાર કા પંચનામા ફિલ્મ થી ચર્ચિત કાર્તિક આર્યન ઉપરાંત પરેશ રાવલ, કૃતિ ખબરબંદા અને તન્વી આઝમી આ ફિલ્મમાં ચમકી રહ્યા છે. આ ફિલ્મ દર્શકોને હસાવવા માટે 9 જૂને 2017 એ થિયેટરમાં હશે.




15. સિમરન (Simran) :


સિમરન ફિલ્મ કંગના રનૌતને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ છે. જેમાં કંગના ગુજરાતી યુવતી જે યુએસમાં રહે છે અને જે અણધાર્યા અપરાધમાં ફસાઈ જાય છે. સિમરનના ટ્રેલરમાં કંગનાનો દમદાર અભિનય દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. સિમરન 15 સપ્ટેમ્બર 2017 એ રિલીઝ થશે.




16. ઠગ્સ ઓફ હિન્દોસ્તાન (Thugs Of Hindostan) :


ઠગ્સ ઓફ હિન્દોસ્તાં ફિલ્મ હજુ હાલ જ ફ્લોર પર ગઈ છે તે પેહલા જ ન્યૂઝ અને સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં આવી ગઈ છે. આ ફિલ્મમાં બોલિવૂડના મિસ્ટર પરફેકશન કહેવાતા આમિર ખાન અને મહાનાયક અમિતાભ બચ્ચન પેહલી જ વખત એક સાથે જોવા મળશે. તેની સાથે ફાતિમા સાના શૈખ અને કેટરિના કૈફ પણ જોવા મળશે. ઠગ્સ ઓફ હિન્દોસ્તાન આવતા વર્ષે કદાચ 7 નવેમ્બર 2018 એ રિલીઝ થશે.




17. મોમ (MOM) :


મોમ ફિલ્મ શ્રીદેવીની લગભગ 300મી ફિલ્મ હશે. જેમાં શ્રીદેવી બીજી માં નો રોલ કરી રહી છે અને એક માતા નું સંઘર્ષ આ ફિલ્મમાં દર્શાવેલું છે. આ ફિલ્મના ટ્રેલર પછી દર્શકો ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાથે ફિલ્મના ટ્રેલરમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું કેરેક્ટર પણ કૈક અલગ જ દેખાય છે જે મુખ્ય ચર્ચિત વિષય છે. મોમ ફિલ્મ 7 જુલાઈ 2017 એ રિલીઝ થશે.




18. બરેલી કી બરફી (Bareilly Ki Barfi):


આવનારી ફિલ્મ બરેલી કી બરફીમાં આયુષ્માન ખુરાના, કૃતિ સેનોન અને રાજકુમાર રાવ જોવા મળશે. આ ફિલ્મને વાર્તાને લખતી હજુ કોઈ વાત બહાર આવી નથી. પણ તેની રિલીઝ ડેટ 21 જુલાઈ 2017 કહેવામાં આવી રહી છે.




19. પોસ્ટર બોયઝ (Poster Boys) :


આ ફિલ્મથી અભિનેતા શ્રેયસ તલપડે ડિરેકશનમાં ઝંપ લાવશે. પોસ્ટર બોયઝમાં દેઓલ બ્રધર એટલે કે સન્ની દેઓલ અને બોબી દેઓલ સાથે શ્રેયસ ખુદ પણ જોવા મળશે. આ ફિલ્મ 8 સપ્ટેમબર 2017 એ રિલીઝ થશે.




20. મુબારકાં (Mubarkaan) :


મુબારકાં ફિલ્મમાં અર્જુન કપૂર ડબલ રોલમાં જોવા મળશે સાથે અનિલ કપૂર, ઇલિયાના ડી'કરૃઝ અને અથિયા શેટ્ટી પણ હશે. ફિલ્મની સ્ટોરી લન્ડન સ્થિત પંજાબી વેડિંગ વિષેની હશે. આ ફિલ્મની રિલીઝ ડેટ 28 જુલાઈ 2017 જાહેર કરાઈ છે.





Popular posts from this blog

10th board Result | 12th Result | motivation

Pressure of Result: શાળાઓમાં વેકેશન પતવાને આરે આવીને ઊભું છે. મામા કે ફોઈ ના ઘરે ગયેલા ટેણિયાંઓ ઘણી બધી નવી રમતો અને સ્મરણાં લઈને પાછા ફરી રહ્યા છે. ફરી સ્કુલ જવાની ઉત્સુકતા સાથે મનમાં વેકેશન પૂરું થઇ જવાનો એક જરાક અફસોસ સાથે ટેણિયાંઓ ફરી સ્કૂલ જતા થઇ જશે. ફરી સવાર બપોર અને સાંજે વિદ્યાર્થીઓનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે બીજી બાજુ ધોરણ 10 અને 12 નું રીઝ્લ્ટ આવવાની તૈયારીમાં છે. જબરદસ્ત તૈયારી અને ઉજાગરા બાદ વેકેશનમાં ખુબ મઝા અને તેમના શોખને પૂરતો સમય આપી હવે થોડો ડર અને ઉત્સાહથી તેમના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હશે. માતા-પિતા તેમના બાળકો માટે કઈ લાઈન સારી છે અને તે માટે કઈ કૉલેજ યોગ્ય છે તે જાણવા સંબંધીઓ અને મિત્રોને પૂછીને તારણ પણ મેળવી લીધું હશે. વિદ્યાર્થીઓ તેમના સાથે ભણતા તેમના મિત્રો સાથે ફોન અને ફેસબુક પર રિઝલ્ટનું ટેંશન શેર કરવા લાગ્યા હશે અને ટેંશન હોય પણ ખરા જ ને તેમના વિદ્યાર્થીકાળની અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું રિઝલ્ટ જે આવવાનું હોય છે. આ રિઝલ્ટનું એટલું જ ટેંશન તે તેથી વધારે તેમના માતા-પિતાને હોય છે કારણકે બાળકથી તેમની આશાઓ પણ ઘણી મોટી હોઈ છે. રિઝલ્ટ આવતાની સા...
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ફરી એ મોટુ પણ ખાલી બેગ ઉઠાવવાનું મન થઇ ગયું છે, પાણીની ખાલી બોટલમાં યાદો અને સપનાનું કોકટેલ ભરી લેવાનું મન થઇ ગયુ છે. એક જ ચોપડામાં આખી દુનિયા લખી નાખવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ઢાંકણા વગરની પેન માટે આજે ફરી ફાંફા મારવાની ઈચ્છા થઇ ગઈ છે, ખોટા બહાના આપી આજે મિત્રો જોડે ઘણું બધું લખાવી દેવું છે, પાર્કિંગમાં બેસીને આજે ફરી થોડી સલાહ લઇ લેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે લેક્ચરમાં જવા આજે તને આગળ કરી દેવો છે, લેક્ચરમાં બેસીને આજે ફરી તારો નાસ્તો ખાવો છે, લેક્ચરમાં લીધેલી આધુરી ઊંઘને આજે ફરી પુરી કરવી છે, કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. "તારી માટે તો જાન છે" સાંભળવાનું આજે ફરી મન થયું છે, કોલેજના ટેરેસ પરથી અધૂરી યાદોને સમેટી લેવી છે, અધૂરી વાતોને આજે પગથિયાં પર બેસીને પુરી કરી દેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. દુનિયાની વાનગીઓ બાજુ પર મૂકી દોસ્તોના ટિફિનમાંથી આજે પેટ ભરી લેવું છે, બોટલ ખાલી કરીને આજે તને તરસ્યો રાખી દેવ...