Skip to main content

Love and Friendship | પ્રેમ અને મિત્રતા

Love and Friendship | પ્રેમ અને મિત્રતા



રવિ. એક અંતરમુખી અને ઓછાબોલો પણ પ્રથિપુર ગામનો સૌથી પ્રિય છોકરો. પાતળો બાંધો અને સામાન્ય કદ ધરાવતો રવિ અભ્યાસમાં ખુબ જ આગળ હતો. અભ્યાસમાંથી સમય કાઢીને ઘણીવાર તેના પિતાને ખેતરમાં મદદ પણ કરાવતો. ગામમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા પછી રવિએ નજીકના શહેરની કોઈ શાળામાં એડમિશન લઇ ધોરણ 11 શરુ કર્યું. અભ્યાસમાં રુચિને કારણે ઘરે થી પણ તેને કોઈ બાંધછોડ નહતી.
ગામથી શાળા લગભગ દસેક કિમી જેટલી દૂર હતી અને ગામમાં બસ પણ ઘણી ઓછી આવતી હોવાથી રવિ દરરોજ સાયકલ લઈને શાળાએ જતો. રવિ તેનો નિત્યકર્મ પતાવી સવારે જ વાંચવા બેસી જતો. 11 વાગતા તે જમીને શાળાએ જવા નીકળી જતો અને પાછા આવતા આવતા તેને સાંજના સાત વાગી જતા. રવિ ઘણીવાર રાતે ગામના બાળકોને અભ્યાસમાં મદદ પણ કરતો. ગામના મોટા લોકો પણ તેની પાસે અમુકવાર અંગ્રેજી પત્રો અને કાગળ લઈને આવતા. આમ રવિનો આખો દિવસ શાળામાં અને ત્યારબાદ લોકોની મદદ કરવામાં જ દિવસ નીકળી જતો.
એક વાર શિયાળાની સાંજનો સમય હતો. સુરજ આથમી ગયો હતો અને અંધારું થવામાં ખાલી એક પાતળી રેખા જ બાકી હતી. શાંત સડક પર રવિ શાળાએ થી સડસડાટ પાછો આવી રહ્યો હતો. પવનના કારણે ઝાડીઓના પાંદડામાંથી આવતો અવાજ ઘણો તીવ્ર બની રહ્યો હતો અને તેમાં પણ તમરા (તીવ્ર અવાજ કરતુ જંતુ) ઓનો અવાજ વાતાવરણ ગંભીર બનાવતું હતું. રવિ એક કર્કશ અને દર્દનાક અવાજની નજીક જઈ રહ્યો હતો. એક દમ ગંભીર સડકમાં આ અવાજ એ દર્દ ઉમેરી દીધો હતો. રવિએ તેની સાયકલને બ્રેક મારી અને અવાજના સ્ત્રોતને શોધવાનો પ્રયત્ન કર્યો. અંધારું લગભગ ધરતીને અડી જવા જ આવ્યું હતું એવામાં દૂર ઝાડની નીચે બેઠેલા એક આધેડ વયના વ્યક્તિ ઉપર રવિની નજર પડી. ખેતરમાં કામ કરતા મજુર જેવો લાગતો આ વ્યક્તિની હાલત ઘણી દયનિય લગતી હતી.
આ વ્યક્તિ સાથે શું થયું છે તે જાણવા માટે રવિ તેની સ્ટેન્ડ વગરની સાયકલને સડકને કિનારે મૂકી, તે વ્યક્તિની નજીક ગયો. રવિ એ વ્યક્તિની હાલત જોઈ થોડીવાર માટે તો એ કંઈ બોલી જ ન શક્યો, વ્યક્તિની હાલત ઘણી જ ગંભીર હતી. તેની સાથે કલાકો પેહલા કોઈ અકસ્માત થયો હોઈ તેવું લાગતું હતું અને અકસ્માતમાં ઘણું લોહી વહી ગયું હતું. રવિએ તે વ્યક્તિને તેની બોટલમાં રહેલું પાણી પીવડાવ્યું અને વિચારતો જ હતો કે હવે શુ કરવું? રવિ આજુબાજુમાંથી  કોઈ મદદ મળી જાય એ જ વિચાર કરતો હતો એવામાં પેલો વ્યક્તિ રવિનો પગ પકડીને કેહવા લાગ્યો, "બેટા! મને બચાવીલે, મારે હજુ જીવવું છે, મને બચાવી લે."
વ્યક્તિની આ વાતને  કહેવાનો લહેકો અને ગંભીરાઈ એવી હતી કે જેથી સ્પષ્ટ જણાતું હતું કે તેનું કોઈ અધૂરું કામ હશે જ તેના જીવનમાં બાકી રહી જતું હશે. જે મોત આટલે નજીક આવી ગઈ હોવા છતાં પણ જીવ છોડવા દેતી નહતી.
રવિ સડક પરથી આવતા જતા કોઈની મદદ લેવાનું વિચારી રહ્યો હતો પણ સડક પર થી કોઈ અવર જવર નહતી. અચાનક રવિ ની નજર નજીકના ખેતરમાં પડી. જેની ઓરડીમાં હાલ જ બલ્બ પ્રકાશિત થયો હતો અને ત્યાંથી બે-ત્રણ વ્યક્તિની વાતોનો અવાજ પણ આવતો હતો. રવિ ઝડપથી દોડીને તે ઓરડી તરફ ભાગ્યો અને ત્યાંથી મદદ માટે બે વ્યક્તિને લઈને આવ્યો. અકસ્માત થયેલ વ્યક્તિને ઓરડી પાસે લઇ જઈ તેમની પ્રાથમિક સારવાર કરી તેની માટે એમ્બ્યુલન્સ બોલાવી રવિ ઘરે જવા રવાના થયો.
"તે વ્યક્તિ સાથે શુ થયું હશે? અને તેની એવી તો શું જરૂરિયાત હશે કે જીવન ના અનેક પડાવ પાર કર્યા બાદ પણ તેને જીવવું હતું!" આ બે પ્રશ્નોથી રવિનું મન ઘણું વિચલિત થઇ ગયું હતું. આખરે રવિ આ પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે તે ઓરડીવાળા વ્યક્તિ પાસે જવાનું નક્કી કર્યું. રવિવારની સવારે રવિ સાયકલ લઇ ત્યાં ખેતરમાં ગયો. પેલા બે જણ માંથી એક સાથે તેની મુલાકાત થઇ જેમાં પૂછપરછ કરતા માલુમ પડ્યું કે, અકસ્માત થયેલ વ્યક્તિનું અવસાન થઇ ગયું હતું અને પાસેના ગામના જ એક જમીનદારએ તેની અંતિમવિધિ કરી હતી. આમ એક પ્રશ્નનો જવાબ તો રવિને મળી ગયો કે તે વ્યક્તિ હવે જીવિત નથી. પણ આ સાથે બીજો એક પ્રશ્ન આવ્યો કે જમીનદાર સાથે તે ખેત મજુરનો શું સંબંધ?
થોડા સમયબાદ રવિ તે જમીનદાર પાસે ગયો. થોડી વાતચિત બાદ તેણે પેલા અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિ વિષે પૂછ્યું. આ પ્રશ્ન સાંભળતા જ નિઃશબ્દ થઇ ગયા અને તેમની આંખોમાંથી આંસુ પડવાની તૈયારી થવા લાગી. પણ જેમ તેમ કરીને તેમણે રવિને પૂછ્યું કે, તને આ વિષે કઈ રીતે ખબર!? ત્યારે રવિએ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું. ત્યાર બાદ જમીનદાર ભાઈ અને રવિ વચ્ચે થોડીવાર માટે મૌન છવાઈ ગયું. પળવાર પછી તેમને રવિના બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા.
અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ રમેશ હતું. રમેશ અને જયંતિ (જમીનદાર) બંને મિત્રો હતા. રમેશ ઘણો ખુશ મિજાજી હતો. ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ બંને મિત્રોએ ખેતરમાં પિતાને મદદ કરતા. રમેશ 16 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું કમળો થઇ જવાથી મૃત્યુ થયું. પરિવારમાં બીજું કોઈ ન હોવાથી રમેશ જયંતિના પરિવારની ઘણી નિકટ હતો. થોડાં વર્ષો બાદ રમેશ એ તેનું ખેતર વેચી ગામમાં કરિયાણાની દુકાન નાખી. દુકાન ઘણી સારી ચાલતી હતી જેથી રમેશ ઘણીવાર જયંતિને પૈસાની મદદ તો કરતો જ અને સાથે ઘણીવાર તેને ખેતરમાં પણ મદદ કરાવતો.
સમય જતા આજુબાજુના ગામમાં પણ રમેશની દુકાન પ્રખ્યાત થઇ ગઈ હતી. આ સાથે રમેશએ બાજુના ગામની એક યુવતીના પ્રેમમાં હતો જેની જાણ માત્ર જયંતિને જ હતી. સમય વીતતો ગયો અને તે યુવતીના લગ્ન થઇ ગયા. યુવતીના લગ્ન બાદ રમેશ ઘણો દુઃખી રહેવા લાગ્યો હતો. તેનો ખુશ મિજાજી સ્વભાવ પણ હવે ધીરે-ધીરે દુઃખમાં પરિણમવા લાગ્યો હતો. જયંતિ એ ઘણા સમજાવ્યા છતાં તેનુ દુઃખ ઓછું થતું નહતું.
એક દિવસ કરિયાણું ખરીદવા આવેલા ગ્રાહક દ્વારા ખબર પડી કે, તે યુવતીનું જબરદસ્ત અકસ્માત થયો છે અને તેના ઈલાજ માટે ડોક્ટરોએ 7 લાખની માંગ કરી છે અને જો સમયસર ઈલાજ નહિ કરવામાં આવે તો તેનું જીવવું લગભગ શક્ય જ નથી. આ સાંભળતા જ રમેશ સ્તબ્ધ થઇ ગયો અને તેના પગ તળેથી જમીન ખાસી ગઈ. રમેશ ઝડપથી દુકાન બંધ કરી આ ઘટનાની તપાસ માટે બાજુના ગામમાં ગયો. ત્યાંથી જાણવા મળ્યું કે, તે યુવતીના પતિ પાસે ઈલાજ માટેના પૂરતા પૈસા જ નથી અને હવે સમય ઘણો જ ઓછો ઈલાજ માટે. આ ખબર પડતા જ રમેશે તેની દુકાન અને ઘરને ગીરવે મૂકી પૈસા લેવાનો વિચાર કર્યો. રમેશે જલ્દીથી દુકાન અને જમીનના કાગળિયા તૈયાર કરી 7 લાખ રૂપિયા મેળવ્યા અને તે યુવતીને જે હોસ્પિટલમાં દાખલ કરી હતી ત્યાં ચૂકવી દીધા. મહિના પછી યુવતી સ્વસ્થ થઇ ગઈ પણ તેનો પરિવાર હજુ પણ એ જાણવા ઉત્સુક હતો કે, "7 લાખ આખરે ચૂકવ્યા કોણે?"
એક તરફ હવે રમેશ પાસે પોતાની દુકાન છોડાવવા માટે તો દૂર ખાવાના પણ ફાંફા પાડવા લાગ્યા હતા. આખરે રમેશે તેના મિત્ર જયંતિને આ બધી જ વાત કીધી. આ બધી વાત સાંભળી એક સમય માટે તો જયંતિ કશું જ બોલી ના શક્યો. થોડીવાર પછી જયંતીએ તેનું જૂનું કબાટ ખોલ્યું અને તેમાંથી એક નાનું પોટલું કાઢ્યું અને રમેશના હાથમાં પકડાવી દીધું અને કહ્યું, " આમાં સાડાત્રણ લાખ છે જા અને દુકાન છોડાવી લે" પણ રમેશ પૈસા લેવા રાજી નહતો. રમેશે જયંતિને કહ્યું કે "હું હવે થી રોજ તારા ખેતરમાં કામ કરીશ અને ધીરે-ધીરે પૈસા ભેગા કરીને દુકાન છોડાવી લઈશ." આ સાંભળી જયંતિની આંખો ભીની થઇ ગઈ અને તેને રમેશને ગળે લગાવી દીધો. આટલા વર્ષોમાં રમેશ પેહલીવાર આટલો ગંભીર થઈને વાત કરતો હતો. રમેશની વાતને નકારતા જયંતિ એ કહ્યું કે, "તું મારો મિત્ર છે મારા ખેતરમાં તું કામ કરે એ હું ના જોઈ શકું." રમેશ સમજી ગયો કે જયંતિ કોઈ પણ સંજોગોમાં તેને કામ નઈ જ કરવા દે. આખરે રમેશે બીજા ગામના ખેતરોમાં મજુર તરીકે કામ કરવાનું શરુ કર્યું અને મિત્ર જયંતિના દબાણને કારણે તે દરરોજ જયંતીના ઘરે જ જમતો.
આ રીતે જ વર્ષો વીતી ગયા, રમેશ ખાવા-પીવા તરફ બેદરકાર થઇ રહ્યો હતો અને તે ઘણો બિમાર પણ રહેવા લાગ્યો હતો. જયંતિની ઘણી શિખામણ આપવા છતાં રમેશે કામ કરવાનું છોડ્યું નહિ. રમેશનું હવે માત્ર એક જ સ્વપ્નું હતું કે મરતા પેહલા છેલ્લી વાર તે યુવતીને જોવી હતી. રમેશે ધીરે-ધીરે જયંતિના ઘરે આવાનું પણ છોડી દીધું હતું અને જ્યાં કામ કરતો તે ખેતરમાં જ સુઈ જતો અને જે મળે તે ખાઈ લેતો. રમેશ અને જયંતિ બંને પોતાના જન્મ દિવસે રાતે મોડી રાત સુધી ખુલ્લા આકાશની નીચે બેસીને વાતો કરતા. આખરે જયંતિનો જન્મ દિવસ આવ્યો અને જયંતિ રમેશને મળવા માટે ઘણો ઉત્સુક હતો. ખેતરમાં કામ કરી રમેશ નદીએ સ્નાન કરી તેની પાસે જે સારા કપડાં હતા તે પેહેર્યાં અને ખેતરમાંથી થોડાક શાકભાજી પોતાના મિત્રને આપવા લઇ તે નીકળી પડ્યો.
રામેશ ઘણો ખુશ હતો કારણ કે ઘણા મહિનાઓ પછી તે પોતાના મિત્ર જયંતિને મળી રહ્યો હતો. પણ તેના થી વધારે ખુશ જયંતિ હતો અને હોય જ ને આખરે દરેક પરિસ્થિતિમાં રમેશ તેની સાથે રહેતો હતો. રમેશને ખેતરે થી નીકળતા નીકળતા સાંજ થઇ જવા આવી હતી. અને કોઈ વાહન પણ ગામ તરફ જતું નહતું. રમેશ મિત્રને મળવાની ખુશીમાં અને પોતાના બાળપણના દિવસોને યાદ કરી શક્ય તેટલી ઝડપથી ચાલી રહ્યો હતો. એવામાં ખેતરનો પાક ભરીને સામેથી આવતા ટ્રકના ડ્રાઈવરે રમેશને ટક્કર મારી દીધી. રમેશ સડકના કિનારે પડી ગયો અને ઉભો પણ થઇ શકે તે હાલતમાં નહતો. ટ્રક ડ્રાઈવરએ ટ્રકને એક બાજુ ઉભો રાખી જોયું ત્યારે ખબર પડી કે રમેશની હાલત ઘણી ગંભીર છે, લોહી ઘણું વહી ગયું છે અને જો તે મરી જશે તો તેનું જ નામ આવશે. આથી ટ્રકનો ડ્રાઈવર રમેશને ત્યાં જ છોડીને નાસી ગયો. રમેશ સડક પર મદદ માટે બૂમો પડતો રહ્યો પણ જે પણ આવતું તે રમેશની હાલત જોઈને મોઢું ફેરવીને જતું રહેતું. આખરે રવિએ તેની મદદ કરી હતી પણ ત્યાં સુધી ઘણો મોડું થઇ ગયું હતું.
જયંતિ એક તરફ તેના મિત્રની રાહ જોઈ રહ્યો હતો જ્યાં બીજી તરફ રમેશ તેના આખરી શ્વાસ લઇ રહ્યો હતો અને પોતાને જીવાડવા માટે આવતા જતા પાસે મદદની ભીખ માંગી રહ્યો હતો. રમેશનું જે યુવતીને આખરે મળવાનું સપનું હતું તે અધૂરું રહી ગયું અને તેના મિત્રને મળવા જવાની ખુશી પણ નિસાસામાં જ જતી રહી.
એક દુકાનદાર થી મજુર બનેલા વ્યક્તિના જીવન અને તેના પ્રેમ વિષે જાણીને રવિની આંખોમાં પણ આંસુ આવી ગયા. 

Popular posts from this blog

Raabta Movie | wait is over

 Raabta Raabta and 20 Other Bollywood Films That Are Rising The Excitement For The Year 2017-18 આજે સિનેમાઘરો માં લાગેલી ફિલ્મ રાબતાએ છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચા જગાવી હતી જેનો આજે અંત આવશે. ટ્રેલરથી જ માલુમ પડતું હતું કે ફિલ્મની વાર્તા કંઇક અલગ જ છે તેમાં પણ સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનોનની ગઝબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે અને રાજકુમાર રાવનો દમદાર અભિનય. ઘણાએ ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધું હશે જેને લીધે અમુકના પ્લાન થિયેટર સુધી જઈને પણ કેન્સલ થતા હશે, કારણ કે ટિકિટ મેળવી મુશ્કેલ હશે. એમાં પણ સાંજ પડતા ઈન્ટરનેટ પર "Raabta movie review" સર્ચ થવાનું ચાલુ થઇ જશે જ્યાં બીજી બાજુ ફિલ્મ download કરવા વાળા "Raabta full movie download"  સર્ચ કરવા લાગશે. આ તો હતી માત્ર રાબતાં ફિલ્મની વાત કે જેની ચર્ચા નો અંત આજે આવી જશે પણ બીજી એવી ઘણી બહુચર્ચિત ફિલ્મ છે જેનું હજુ માત્ર ટ્રેલર, ફર્સ્ટ લૂક કે નામ જ બહાર આવ્યા છે. એવી કેટલીક ફિલ્મોનું લિસ્ટ અહીં રજુ કરેલ છે. 1. રાબતા (Raabta) : આજે રજુ થયેલી ફિલ્મ કે જેમાં સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનોન મુખ...

10th board Result | 12th Result | motivation

Pressure of Result: શાળાઓમાં વેકેશન પતવાને આરે આવીને ઊભું છે. મામા કે ફોઈ ના ઘરે ગયેલા ટેણિયાંઓ ઘણી બધી નવી રમતો અને સ્મરણાં લઈને પાછા ફરી રહ્યા છે. ફરી સ્કુલ જવાની ઉત્સુકતા સાથે મનમાં વેકેશન પૂરું થઇ જવાનો એક જરાક અફસોસ સાથે ટેણિયાંઓ ફરી સ્કૂલ જતા થઇ જશે. ફરી સવાર બપોર અને સાંજે વિદ્યાર્થીઓનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે બીજી બાજુ ધોરણ 10 અને 12 નું રીઝ્લ્ટ આવવાની તૈયારીમાં છે. જબરદસ્ત તૈયારી અને ઉજાગરા બાદ વેકેશનમાં ખુબ મઝા અને તેમના શોખને પૂરતો સમય આપી હવે થોડો ડર અને ઉત્સાહથી તેમના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હશે. માતા-પિતા તેમના બાળકો માટે કઈ લાઈન સારી છે અને તે માટે કઈ કૉલેજ યોગ્ય છે તે જાણવા સંબંધીઓ અને મિત્રોને પૂછીને તારણ પણ મેળવી લીધું હશે. વિદ્યાર્થીઓ તેમના સાથે ભણતા તેમના મિત્રો સાથે ફોન અને ફેસબુક પર રિઝલ્ટનું ટેંશન શેર કરવા લાગ્યા હશે અને ટેંશન હોય પણ ખરા જ ને તેમના વિદ્યાર્થીકાળની અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું રિઝલ્ટ જે આવવાનું હોય છે. આ રિઝલ્ટનું એટલું જ ટેંશન તે તેથી વધારે તેમના માતા-પિતાને હોય છે કારણકે બાળકથી તેમની આશાઓ પણ ઘણી મોટી હોઈ છે. રિઝલ્ટ આવતાની સા...
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ફરી એ મોટુ પણ ખાલી બેગ ઉઠાવવાનું મન થઇ ગયું છે, પાણીની ખાલી બોટલમાં યાદો અને સપનાનું કોકટેલ ભરી લેવાનું મન થઇ ગયુ છે. એક જ ચોપડામાં આખી દુનિયા લખી નાખવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ઢાંકણા વગરની પેન માટે આજે ફરી ફાંફા મારવાની ઈચ્છા થઇ ગઈ છે, ખોટા બહાના આપી આજે મિત્રો જોડે ઘણું બધું લખાવી દેવું છે, પાર્કિંગમાં બેસીને આજે ફરી થોડી સલાહ લઇ લેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે લેક્ચરમાં જવા આજે તને આગળ કરી દેવો છે, લેક્ચરમાં બેસીને આજે ફરી તારો નાસ્તો ખાવો છે, લેક્ચરમાં લીધેલી આધુરી ઊંઘને આજે ફરી પુરી કરવી છે, કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. "તારી માટે તો જાન છે" સાંભળવાનું આજે ફરી મન થયું છે, કોલેજના ટેરેસ પરથી અધૂરી યાદોને સમેટી લેવી છે, અધૂરી વાતોને આજે પગથિયાં પર બેસીને પુરી કરી દેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. દુનિયાની વાનગીઓ બાજુ પર મૂકી દોસ્તોના ટિફિનમાંથી આજે પેટ ભરી લેવું છે, બોટલ ખાલી કરીને આજે તને તરસ્યો રાખી દેવ...