Skip to main content

કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે.
ફરી એ મોટુ પણ ખાલી બેગ ઉઠાવવાનું મન થઇ ગયું છે,
પાણીની ખાલી બોટલમાં યાદો અને સપનાનું કોકટેલ ભરી લેવાનું મન થઇ ગયુ છે.
એક જ ચોપડામાં આખી દુનિયા લખી નાખવી છે.
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે.
ઢાંકણા વગરની પેન માટે આજે ફરી ફાંફા મારવાની ઈચ્છા થઇ ગઈ છે,
ખોટા બહાના આપી આજે મિત્રો જોડે ઘણું બધું લખાવી દેવું છે,
પાર્કિંગમાં બેસીને આજે ફરી થોડી સલાહ લઇ લેવી છે.
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે
લેક્ચરમાં જવા આજે તને આગળ કરી દેવો છે,
લેક્ચરમાં બેસીને આજે ફરી તારો નાસ્તો ખાવો છે,
લેક્ચરમાં લીધેલી આધુરી ઊંઘને આજે ફરી પુરી કરવી છે,
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે.
"તારી માટે તો જાન છે" સાંભળવાનું આજે ફરી મન થયું છે,
કોલેજના ટેરેસ પરથી અધૂરી યાદોને સમેટી લેવી છે,
અધૂરી વાતોને આજે પગથિયાં પર બેસીને પુરી કરી દેવી છે.
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે.
દુનિયાની વાનગીઓ બાજુ પર મૂકી દોસ્તોના ટિફિનમાંથી આજે પેટ ભરી લેવું છે,
બોટલ ખાલી કરીને આજે તને તરસ્યો રાખી દેવો છે,
પરબ પર આજે ફરી થોડું ઝઘડી લેવું છે.
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે.
કૅન્ટીનને સરકારી ઓફિસ સમજીને આંટા મારવા છે,
કૅન્ટીનના બિલ માટે આજે તને આગળ કરી દેવો છે,
નાની નાની રક્ઝકમાં દોસ્તોને ફરીથી ફસાવી દેવા છે.
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે.
દરેક ફંક્શનમાં લોકોના નામ જબરદસ્તી લખાવી દેવા છે,
અધૂરા રહી ગયેલા સેટીંગને આજે પુરા કરી દેવા છે,
બંક મારીને આજે ફરી હોસ્ટેલમાં પુરાઈ જવું છે.
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે.

~~~~~~~~~~~~~~~~~~~~~

કોલેજ લાઈફ પુરી થાય એટલે કોલેજીયનને ઘણુ દુઃખ થતું હોઈ છે અને થાય જ ને મિત્રો, જ્યાં કોઈ ઓળખતું પણ ના હોઈ એવી જગ્યા એ તમે ઘણા બધા મિત્રો બનાવી લો છો અને એ મિત્રો થોડા સમયમાં તમારા જીવનનો ભાગ બની જાય છે ભલેને પછી એ 3-4 વર્ષ માટે જ કેમ ન હોય. તમારા દરેક કામ અને દરેક પ્રવૃત્તિમાં પેરેન્ટ્સ પછી કોઈ સાથ આપવા વાળું કોઈ હોય તો એ મિત્રો જ હોય છે. આ મિત્રો ભણવા સિવાય તમને લાઈફ વિષે પણ ઘણું બધું શીખવાડી જાય છે.

પોતાના દરેક ગૉલ અને સપનાને પેરેન્ટ્સ ને કેહતા પેહલા મિત્રોને કેહતા હોય એટલા પાક્કા મીત્રોને જયારે છોડવાનો સમય આવે ત્યારે મિત્રોને ઘણું બધું કહી દેવાનું મન થતું હોય છે પણ કોઈ મિત્ર કહી તો ના જ શકે. જેની સાથે ગાળો સિવાય વાત ના થતી હોય એવા મિત્રો સામે સિરિયસ થઈને વાત કરવી એટલે શરમ આવી જાય.

સ્કુલમાં લખેલા "મારો પ્રિય મિત્ર" નિબંધ કરતા કોલેજના પ્રિય મિત્ર કાંઈક અલગ જ હોય છે અને આ મિત્રો સાથે ઘણી બધી યાદો સંકળાયેલી હોય છે. જીવનના દરેક પગલે સાથે રહેવાની વાતો કરતા આ મિત્રો પરિસ્થિતિ સાથે વહેતા વહેતા ક્યાંક દૂર જતા રહે છે અને માત્ર યાદો જ રહી જાય છે. મેમરી કાર્ડના એ "કોલેજ ફ્રેન્ડ્સ" નું એ ફોલ્ડર દરેક ના પાસે બનેલુ હોય છે જે સમય સાથે નામશેષ થઇ જાય છે.

Popular posts from this blog

Raabta Movie | wait is over

 Raabta Raabta and 20 Other Bollywood Films That Are Rising The Excitement For The Year 2017-18 આજે સિનેમાઘરો માં લાગેલી ફિલ્મ રાબતાએ છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચા જગાવી હતી જેનો આજે અંત આવશે. ટ્રેલરથી જ માલુમ પડતું હતું કે ફિલ્મની વાર્તા કંઇક અલગ જ છે તેમાં પણ સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનોનની ગઝબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે અને રાજકુમાર રાવનો દમદાર અભિનય. ઘણાએ ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધું હશે જેને લીધે અમુકના પ્લાન થિયેટર સુધી જઈને પણ કેન્સલ થતા હશે, કારણ કે ટિકિટ મેળવી મુશ્કેલ હશે. એમાં પણ સાંજ પડતા ઈન્ટરનેટ પર "Raabta movie review" સર્ચ થવાનું ચાલુ થઇ જશે જ્યાં બીજી બાજુ ફિલ્મ download કરવા વાળા "Raabta full movie download"  સર્ચ કરવા લાગશે. આ તો હતી માત્ર રાબતાં ફિલ્મની વાત કે જેની ચર્ચા નો અંત આજે આવી જશે પણ બીજી એવી ઘણી બહુચર્ચિત ફિલ્મ છે જેનું હજુ માત્ર ટ્રેલર, ફર્સ્ટ લૂક કે નામ જ બહાર આવ્યા છે. એવી કેટલીક ફિલ્મોનું લિસ્ટ અહીં રજુ કરેલ છે. 1. રાબતા (Raabta) : આજે રજુ થયેલી ફિલ્મ કે જેમાં સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનોન મુખ...

10th board Result | 12th Result | motivation

Pressure of Result: શાળાઓમાં વેકેશન પતવાને આરે આવીને ઊભું છે. મામા કે ફોઈ ના ઘરે ગયેલા ટેણિયાંઓ ઘણી બધી નવી રમતો અને સ્મરણાં લઈને પાછા ફરી રહ્યા છે. ફરી સ્કુલ જવાની ઉત્સુકતા સાથે મનમાં વેકેશન પૂરું થઇ જવાનો એક જરાક અફસોસ સાથે ટેણિયાંઓ ફરી સ્કૂલ જતા થઇ જશે. ફરી સવાર બપોર અને સાંજે વિદ્યાર્થીઓનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે બીજી બાજુ ધોરણ 10 અને 12 નું રીઝ્લ્ટ આવવાની તૈયારીમાં છે. જબરદસ્ત તૈયારી અને ઉજાગરા બાદ વેકેશનમાં ખુબ મઝા અને તેમના શોખને પૂરતો સમય આપી હવે થોડો ડર અને ઉત્સાહથી તેમના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હશે. માતા-પિતા તેમના બાળકો માટે કઈ લાઈન સારી છે અને તે માટે કઈ કૉલેજ યોગ્ય છે તે જાણવા સંબંધીઓ અને મિત્રોને પૂછીને તારણ પણ મેળવી લીધું હશે. વિદ્યાર્થીઓ તેમના સાથે ભણતા તેમના મિત્રો સાથે ફોન અને ફેસબુક પર રિઝલ્ટનું ટેંશન શેર કરવા લાગ્યા હશે અને ટેંશન હોય પણ ખરા જ ને તેમના વિદ્યાર્થીકાળની અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું રિઝલ્ટ જે આવવાનું હોય છે. આ રિઝલ્ટનું એટલું જ ટેંશન તે તેથી વધારે તેમના માતા-પિતાને હોય છે કારણકે બાળકથી તેમની આશાઓ પણ ઘણી મોટી હોઈ છે. રિઝલ્ટ આવતાની સા...