Skip to main content

beautiful eyes



એની આંખો પર જ અંજાઈ ગયો હતો કે સપના ની માયાજાળે ઠપકો આપી દીધો.


લોકો ના સપના અને લોકો ની આશાઓને પુરી કરવા ઝીંદગી ના સાચા સુખ ભૂલી ગયો છું પણ આજે એ સુખની ઝંખના કરું છું.


નથી ભુલ્યો એ આંખો અને નથી ભુલ્યો એ પળને જેને લીધે આજે મન માં જબરદસ્ત કશ્મકશ ઉભી થઇ છે

Popular posts from this blog

10th board Result | 12th Result | motivation

Pressure of Result: શાળાઓમાં વેકેશન પતવાને આરે આવીને ઊભું છે. મામા કે ફોઈ ના ઘરે ગયેલા ટેણિયાંઓ ઘણી બધી નવી રમતો અને સ્મરણાં લઈને પાછા ફરી રહ્યા છે. ફરી સ્કુલ જવાની ઉત્સુકતા સાથે મનમાં વેકેશન પૂરું થઇ જવાનો એક જરાક અફસોસ સાથે ટેણિયાંઓ ફરી સ્કૂલ જતા થઇ જશે. ફરી સવાર બપોર અને સાંજે વિદ્યાર્થીઓનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે બીજી બાજુ ધોરણ 10 અને 12 નું રીઝ્લ્ટ આવવાની તૈયારીમાં છે. જબરદસ્ત તૈયારી અને ઉજાગરા બાદ વેકેશનમાં ખુબ મઝા અને તેમના શોખને પૂરતો સમય આપી હવે થોડો ડર અને ઉત્સાહથી તેમના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હશે. માતા-પિતા તેમના બાળકો માટે કઈ લાઈન સારી છે અને તે માટે કઈ કૉલેજ યોગ્ય છે તે જાણવા સંબંધીઓ અને મિત્રોને પૂછીને તારણ પણ મેળવી લીધું હશે. વિદ્યાર્થીઓ તેમના સાથે ભણતા તેમના મિત્રો સાથે ફોન અને ફેસબુક પર રિઝલ્ટનું ટેંશન શેર કરવા લાગ્યા હશે અને ટેંશન હોય પણ ખરા જ ને તેમના વિદ્યાર્થીકાળની અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું રિઝલ્ટ જે આવવાનું હોય છે. આ રિઝલ્ટનું એટલું જ ટેંશન તે તેથી વધારે તેમના માતા-પિતાને હોય છે કારણકે બાળકથી તેમની આશાઓ પણ ઘણી મોટી હોઈ છે. રિઝલ્ટ આવતાની સા...
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ફરી એ મોટુ પણ ખાલી બેગ ઉઠાવવાનું મન થઇ ગયું છે, પાણીની ખાલી બોટલમાં યાદો અને સપનાનું કોકટેલ ભરી લેવાનું મન થઇ ગયુ છે. એક જ ચોપડામાં આખી દુનિયા લખી નાખવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ઢાંકણા વગરની પેન માટે આજે ફરી ફાંફા મારવાની ઈચ્છા થઇ ગઈ છે, ખોટા બહાના આપી આજે મિત્રો જોડે ઘણું બધું લખાવી દેવું છે, પાર્કિંગમાં બેસીને આજે ફરી થોડી સલાહ લઇ લેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે લેક્ચરમાં જવા આજે તને આગળ કરી દેવો છે, લેક્ચરમાં બેસીને આજે ફરી તારો નાસ્તો ખાવો છે, લેક્ચરમાં લીધેલી આધુરી ઊંઘને આજે ફરી પુરી કરવી છે, કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. "તારી માટે તો જાન છે" સાંભળવાનું આજે ફરી મન થયું છે, કોલેજના ટેરેસ પરથી અધૂરી યાદોને સમેટી લેવી છે, અધૂરી વાતોને આજે પગથિયાં પર બેસીને પુરી કરી દેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. દુનિયાની વાનગીઓ બાજુ પર મૂકી દોસ્તોના ટિફિનમાંથી આજે પેટ ભરી લેવું છે, બોટલ ખાલી કરીને આજે તને તરસ્યો રાખી દેવ...

વર્ષનો પેહલો વરસાદ Baarish

Half Feelings: ઓફિસથી છૂટ્યા પછી બહારનું વાતાવરણ કંઈક અલગ જ હતું. ઝરમર વરસાદ હાલ જ થંભયૉ હોઈ એવું જણાતું હતું. ભજીયાની લારી પર ખાસ્સી ભીડ લાગી ગઈ હતી. હવામાં ભીની માટીની સુગંધએ મદિરાનું કામ કરી દીધું હતું જેના નાશમાં લોકો તરબતર હોય એવું લાગતું હતું. બસ-સ્ટેન્ડમાં બેસેલા મુસાફરોના ચેહરા પર પણ એક અલગ તાજગી દેખાતી હતી અને હોય જ ને કેમ ના હોય! વર્ષનો પેહલો વરસાદ જો હતો ભલેને ઝરમર હોય. બસની રાહ જોતો હું સમગ્ર દ્રશ્યનું પવિત્રતાથી નિરીક્ષણ કરવા લાગ્યો એવામાં જ બસ આવી ગઈ. બસમાં ચઢતાની સાથે જ એક નાજુક આંખોમાં જ મારૂ મન અટવાઈ ગયુ. એટલી સુંદર આંખો અને તેમાં પણ આંખમાં ગજબની ચમક. ચેહરા પર મીણ થી પણ વધારે નમણાશ હતી કે અડકતાની સાથે જ પીઘળી જાય. વરસાદ પછીનો એ સમય અને તેમાં પણ આટલી સુંદર નાજુક તરૂણીના નજરોનો જાદુ છેક મનના ઊંડાણ સુધી ઉતરી ગયો હતો. બસ એક જ પ્રાર્થના કરતો હતો કે આ સફર ક્યારેય પૂરું જ ના થાય. પણ સમય ક્યાં કોઈની રાહ રાહ જોવે જ છે. આખરે જોત જોતામા જ સફર પતી ગયો. નાજુક આંખોનો એ નશો આજે પણ એવો ચઢેલો છે કે ક્યાંક કોઈ એવા જ સફરમાં કોઈ બસમાં ફરી મેળાપ થઇ જાય અને બે ઘડી કંઈક વાતોના ઘુંટડા પિ...