Skip to main content

One Sided Love| एक तरफा प्यार

One Sided Love| एक तरफा प्यार

રાહુલ અને ખુશાલી સાંજના સમયે ઘણી વાર પોતાની અગાસી પરથી વાતો કરતા. અઠવાડિયે એકાદ વાર ખુશાલી રાહુલના ઘરે પણ આવતી, તેમની વાતોનો અંત ક્યારેય ઘડિયાળના ટકોરે તો ન જ આવતો. રાહુલની નાની-મોટી મસ્તી અને તેની નખરાળી વાતોમાં ખુશાલી તેના બધા જ કામ અને દુઃખ ભૂલી જતી. રાહુલની દરેક વાતને હાસ્યસ્પદ રીતે કેહવાની અને તેમાં જ શિખામણ આપી દેવાનો અંદાજ ખુશાલીને વધારે ખુશ કરી દેતો અને આથી ખુશાલી ઘણી વાર તેની સહેલીઓને પણ રાહુલને મળવા લઇ જતી.
પાતળો બાંધો, ઊંચું કદ, સ્ફૂર્તિમય અને એક દમ સ્વેત ચેહરો ધરાવતો રાહુલ તેના સપનાઓ પાછળ ઘેલો હતો. જયારે ખુશાલી સુંદર, શાંત સ્વભાવની, મોટી આંખોવાળી અને અંતર્મુખી હતી જે માત્ર રાહુલ સામે જ દરેક વાત કે પ્રશ્નોને ઠાલવતી. અને રાહુલ તેના દરેક પ્રશ્નોને રમુજી બનાવી ખુશાલીને હસાવવા પ્રયત્ન કરતો. સમય જતા ખુશાલી રાહુલ સાથે મનથી ઘણી નિકટ આવી ગઈ હતી. જયારે રાહુલના મનમાં તેના સપના આકાર લઇ રહ્યા હતા. ફોટોગ્રાફી અને એનીમેશનમાં રાહુલની પહેલેથી જ રુચિ હતી અને આ ક્ષેત્રે જંપ લાવવું એ રાહુલનું સપનું હતું.
 જેમ જેમ સમય વીતતો ગયો તેમ ખુશાલીની રાહુલ સાથે આત્મીયતા ઘણી ગાઢ થઇ ગઈ હતી. ખુશાલી રાહુલના ગળાડુબ પ્રેમમાં હતી અને તે સમય મળતા જ રાહુલને નીરખવા અને વાત કરવા આવી જતી. ઘણા વર્ષોથી સાથે રહેતા હોવાથી તેમની મૈત્રી વિષે ઘરવાળાને કોઈ વાંધો ન હતો પણ ખુશાલી તો રાહુલ પાસે થી મૈત્રીથી કંઈક વધારે જ ઇચ્છતી હતી. ખુશાલીએ ઘણીવાર રાહુલ ને આ વાત કેહવાની કોશિશ કરી પણ અંતે તે ખચકાઈ જતી.


રાહુલનું એન્જિનિયરિંગ હવે પતી ગયું હતું અને તેણે એક નાની જોબ પણ ચાલુ કરી દીધી હતી. ખુશાલીએ તેના પ્રેમ વિષે રાહુલને જણાવી દીધું હતું પણ રાહુલએ તેને કોઈ પ્રત્યુત્તર આપ્યો નહતો. પરંતુ તેના લીધે તેમની મૈત્રીમાં કોઈ ફરક પડ્યો નહતો હજુ પણ રાહુલ અને ખુશાલી સાંજે મળતા હતા. ખુશાલીનો પ્રેમ ધીરે ધીરે વધી જ રહ્યો હતો પણ રાહુલની નજર તેના સપનાઓ તરફ મીટ મંડી વળગી જ રહ્યા હતા. રાહુલએ ઈન્ટરનેટથી દેશ-વિદેશની ઘણી સારી કૉલેજમાં એડમિશન માટે એપ્લાય કર્યું હતું.
એક વખત સાંજના સમયે ખુશાલી રાહુલના ઘરે આવી હતી અને બંને જણા ધાબા પર બેઠા હતા. એક દમ શાંત વાતાવરણ હતું જેમા પવનને લીધે ઝાડના પાંદડાનો આવાજ ઝોલા ખાઈ રહ્યો હતો. સુરજ પણ આથમવાની તૈયારી કરતો હતો, ત્યાંજ રાહુલનો મોબાઈલ રણક્યો અને રાહુલના હાવભાવ બદલાઈ ગયા. ફોને કોઈ વિદેશી નંબરથી આવ્યો હતો, રાહુલ ખુશાલીથી સહેજ દૂર એકાદ ડગલાં માંડ્યા અને એકદમ ધીરેથી વાત કરવા લાગ્યો. લગભગ બે થી અઢી મિનિટ જેટલો કોલ ચાલ્યો હશે. ફૉન મુકતાની સાથે જ રાહુલ ખુશાલીને આલિંગન આપવાની તૈયારીમાં જ હતો પણ આખરે તે રોકાઈ ગયો. રાહુલના ચેહરા પર ગજબની ખુશી છલકાતી હતી અને તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. આ દ્રશ્ય કદાચ ખુશાલી સમક્ષ આઠ વર્ષોમાં પેહલી જ વાર રચાયું હતું.
ખુશાલીએ આ સમગ્ર દ્રશ્યને શાંત ચિતે નિહાળ્યા બાદ રાહુલ ને પૂછ્યું: "શું થયું રાહુલ કોઈ છોકરીએ 'હા' કીધું કે શું?"
રાહુલ એકાદ ઘડી બાદ બોલ્યો: "I can't believe, મારુ એડમિશન લંડનની એક યુનિવર્સીટીમાં થઇ ગયુ, હવે હું એનિમેશન ભણીશ."
એટલું કહીને રાહુલ ચૂપ થઇ ગયો અને આ સાંભળતા જ ખુશાલીની આંખો પણ ભીની થવાની તૈયારીમાં હતી. જેમ તેમ કરીને ખુશાલી એ રાહુલને કૉંગ્રેચ્યુલેશન્સ કહ્યું. ખુશાલીની આંખોમાં રાહુલથી દૂર જવાનું દુઃખ સાફ દેખાતું હતું પણ તેણે તે સહજતાથી છુપાવી રાખ્યું હતું. રાહુલ ધાબા પરથી નીચે ઉતર્યો અને ઘરવાળાને તેના એડમિશન વિષે કેહવા ગયો ત્યાં જ ખુશાલીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ખુશાલી ઝડપથી તેના ઘરે જતી રહી.





બીજે દિવસે સાંજે સૂર્ય આથમી જવા જ આયો હતો, દૂર મંદિરમાં થતી આરતીથી વાતાવરણમાં ઘંટડીઓનો મધુર શોર હતો અને ખુશાલીના મનમાં રાહુલને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. થોડીક જ મિનિટમાં મંદિરની આરતી પતી અને વાતાવરણ શાંત થયું, સૂર્ય આથમી ગયો હતો પણ વાતાવરણમાં સહેજ હળવો ઉજાસ ફેલાયેલો હતો. રાહુલ અને ખુશાલી મૌન હતા. આખરે ખુશાલીએ મૌન તોડતા રાહુલને પૂછ્યું "ક્યારે જવાનું છે લંડન?"
તરત જ રાહુલએ જવાબ આપ્યો "23 જુલાઈ"
ખુશાલીએ અચંભિત થઇને ઘણા બધા સવાલ પૂછી લીધા "બસ 3 જ દિવસ! આટલું જલ્દી?!? પછી તો તું ક્યારેય અહીંયા નઈ આવે, કેમ? તું તો મને ભૂલી જ જઈશ ને?"
રાહુલએ ખુશાલીના દરેક પ્રશ્ન સામે એક હળવું સ્મિત આપ્યું.
ખુશાલી અંદરથી એક દમ તૂટી ગઈ હતી. રાહુલ પણ કદાચ સહેજ દુઃખી હોય એવું લાગતું હતું. રાહુલ નીચે જવાની તૈયારીમાં જ હતો ત્યાં ખુશાલીએ રાહુલનો હાથ પકડી લીધો,રાહુલ આ વાતથી જરા પણ અચંભિત નહતો. રાહુલ અને ખુશાલીની આંખો એકબીજાને સમક્ષિતિજ હતી અને ધીરે ધીરે ખુશાલી રાહુલના હાથને વધારે જકડી રહી હતી. રાહુલ ખુશાલી ની સહેજ નજીક આવ્યો, ખુશાલીના શ્વાસનો અવાજ રાહુલ નિઃશબ્દ સાંભળી રહ્યો હતો. થોડા સમયના મૌન બાદ રાહુલ ખુશાલીથી છૂટવા જ જતો હતો ત્યાં જ ખુશાલીએ રાહુલને "I Love You" કહ્યું. ખુશાલીના આ શબ્દો રાહુલ માટે બીજી વખત હતા અને તેનો જવાબ ખુશાલીને સારી રીતે ખબર હતી. રાહુલ એ ખુશાલીને હસાવવાનો પ્રયત્ન કર્યો પણ ખુશાલીના ચેહરા પર સ્મિત પણ કઈ રીતે આવે. આખરે ખુશાલીએ રાહુલનો હાથ છોડ્યો અને એક દુઃખદ હળવું સ્મિત આપીને જતી રહી.
રાહુલની આખરી રાત હતી અને રાહુલને મળવા તેના ઘણા સંબંધીઓ અને મીત્રો આવ્યા હતા અને ખુશાલી પણ હતી. વાત વાતમાં રાહુલનું ધ્યાન ખુશાલી પર જતું હતું જે કોઈનાથી છૂપું નહતું. ધીરે ધીરે બધા એ વિદાય લીધી પણ ખુશાલી હજુ પણ રાહુલના ઘરે જ હતી. રાહુલ તેના રૂમમાં તેના બેગ પેક કરવા ગયો ત્યાં રાહુલની મમ્મીએ ખુશાલી ને અંદર રાહુલની મદદ કરવા મોકલી.
રાહુલ તેના કપડાં એક પછી એક બેગમાં મુકતો હતો ત્યાં ખુશાલી પણ રાહુલની મદદ કરવા લાગી. થોડી જ વારમાં ખુશાલીની આંખોના આંસુઓ તેના ચેહરા પરથી નીચે પડવા લાગ્યા હતા. રાહુલએ ખુશાલીને તેમની નિસ્વાર્થ મૈત્રીને યાદ કરી અચાનક જ એક આલિંગન કરી લીધું. આ સમયે રાહુલની પણ આંખો સહેજ ભીની થઇ ગઈ હતી.
ખુશાલીના હાથ રાહુલને વધારે જકડી રહ્યા હતા, ખુશાલી અને રાહુલનો આ આખરી મેળાપ હતો. ખુશાલી ના મનમાં રાહુલને હવે પછી ન મળી શકવાનો અજીબ ડર હતો.
ખુશાલીએ રાહુલની આંખોમાં આંખ નાખી રાહુલને આખરી વખત નીરખી લેવાની કોશિશ કરી અને તેના હૃદયના ધબકારા વધી ગયા જેની અનુભૂતિ રાહુલને પણ થઇ રહી હતી. ખુશાલીએ રાહુલને એક તસતસતું ચુંબન કરી વિદાય કરી જે પછી તેને પાછું ફરીને પણ જોયું નહિ.
એક તરફનો પ્રેમ કરવો એ ઘણી મોટી વાત છે. જેમાં મળવું કે વાત કરવું તો ઘણી દૂરની વાત રહી, ચેહરો જોઈ લેવો જ બવ મોટી વાત છે.



Popular posts from this blog

Raabta Movie | wait is over

 Raabta Raabta and 20 Other Bollywood Films That Are Rising The Excitement For The Year 2017-18 આજે સિનેમાઘરો માં લાગેલી ફિલ્મ રાબતાએ છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચા જગાવી હતી જેનો આજે અંત આવશે. ટ્રેલરથી જ માલુમ પડતું હતું કે ફિલ્મની વાર્તા કંઇક અલગ જ છે તેમાં પણ સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનોનની ગઝબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે અને રાજકુમાર રાવનો દમદાર અભિનય. ઘણાએ ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધું હશે જેને લીધે અમુકના પ્લાન થિયેટર સુધી જઈને પણ કેન્સલ થતા હશે, કારણ કે ટિકિટ મેળવી મુશ્કેલ હશે. એમાં પણ સાંજ પડતા ઈન્ટરનેટ પર "Raabta movie review" સર્ચ થવાનું ચાલુ થઇ જશે જ્યાં બીજી બાજુ ફિલ્મ download કરવા વાળા "Raabta full movie download"  સર્ચ કરવા લાગશે. આ તો હતી માત્ર રાબતાં ફિલ્મની વાત કે જેની ચર્ચા નો અંત આજે આવી જશે પણ બીજી એવી ઘણી બહુચર્ચિત ફિલ્મ છે જેનું હજુ માત્ર ટ્રેલર, ફર્સ્ટ લૂક કે નામ જ બહાર આવ્યા છે. એવી કેટલીક ફિલ્મોનું લિસ્ટ અહીં રજુ કરેલ છે. 1. રાબતા (Raabta) : આજે રજુ થયેલી ફિલ્મ કે જેમાં સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનોન મુખ...

10th board Result | 12th Result | motivation

Pressure of Result: શાળાઓમાં વેકેશન પતવાને આરે આવીને ઊભું છે. મામા કે ફોઈ ના ઘરે ગયેલા ટેણિયાંઓ ઘણી બધી નવી રમતો અને સ્મરણાં લઈને પાછા ફરી રહ્યા છે. ફરી સ્કુલ જવાની ઉત્સુકતા સાથે મનમાં વેકેશન પૂરું થઇ જવાનો એક જરાક અફસોસ સાથે ટેણિયાંઓ ફરી સ્કૂલ જતા થઇ જશે. ફરી સવાર બપોર અને સાંજે વિદ્યાર્થીઓનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે બીજી બાજુ ધોરણ 10 અને 12 નું રીઝ્લ્ટ આવવાની તૈયારીમાં છે. જબરદસ્ત તૈયારી અને ઉજાગરા બાદ વેકેશનમાં ખુબ મઝા અને તેમના શોખને પૂરતો સમય આપી હવે થોડો ડર અને ઉત્સાહથી તેમના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હશે. માતા-પિતા તેમના બાળકો માટે કઈ લાઈન સારી છે અને તે માટે કઈ કૉલેજ યોગ્ય છે તે જાણવા સંબંધીઓ અને મિત્રોને પૂછીને તારણ પણ મેળવી લીધું હશે. વિદ્યાર્થીઓ તેમના સાથે ભણતા તેમના મિત્રો સાથે ફોન અને ફેસબુક પર રિઝલ્ટનું ટેંશન શેર કરવા લાગ્યા હશે અને ટેંશન હોય પણ ખરા જ ને તેમના વિદ્યાર્થીકાળની અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું રિઝલ્ટ જે આવવાનું હોય છે. આ રિઝલ્ટનું એટલું જ ટેંશન તે તેથી વધારે તેમના માતા-પિતાને હોય છે કારણકે બાળકથી તેમની આશાઓ પણ ઘણી મોટી હોઈ છે. રિઝલ્ટ આવતાની સા...
કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ફરી એ મોટુ પણ ખાલી બેગ ઉઠાવવાનું મન થઇ ગયું છે, પાણીની ખાલી બોટલમાં યાદો અને સપનાનું કોકટેલ ભરી લેવાનું મન થઇ ગયુ છે. એક જ ચોપડામાં આખી દુનિયા લખી નાખવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ઢાંકણા વગરની પેન માટે આજે ફરી ફાંફા મારવાની ઈચ્છા થઇ ગઈ છે, ખોટા બહાના આપી આજે મિત્રો જોડે ઘણું બધું લખાવી દેવું છે, પાર્કિંગમાં બેસીને આજે ફરી થોડી સલાહ લઇ લેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે લેક્ચરમાં જવા આજે તને આગળ કરી દેવો છે, લેક્ચરમાં બેસીને આજે ફરી તારો નાસ્તો ખાવો છે, લેક્ચરમાં લીધેલી આધુરી ઊંઘને આજે ફરી પુરી કરવી છે, કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. "તારી માટે તો જાન છે" સાંભળવાનું આજે ફરી મન થયું છે, કોલેજના ટેરેસ પરથી અધૂરી યાદોને સમેટી લેવી છે, અધૂરી વાતોને આજે પગથિયાં પર બેસીને પુરી કરી દેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. દુનિયાની વાનગીઓ બાજુ પર મૂકી દોસ્તોના ટિફિનમાંથી આજે પેટ ભરી લેવું છે, બોટલ ખાલી કરીને આજે તને તરસ્યો રાખી દેવ...