Skip to main content

Hindi Medium: full movie | review





શુક્રવારે આવેલી ફિલ્મ "હિન્દી મીડીયમ" ની ઘણી પ્રશંસાઓ સાંભળવા મળી રહી છે. ફિલ્મનો અભિનય અસામાન્ય છે અને વિષય હાલ ના સમયના સ્કુલ એડમિશનને લખતો છે.

"ઇસ દેશ મેં અંગ્રેઝી ઝબાન નહિ, ક્લાસ હૈ" આ ડાયલૉગ શુક્રવારે આવેલી ફિલ્મ "હિન્દી મીડીયમ" નો છે.

ઘણા બધા પ્રાદેશિક ભાષા (ગુજરાતી, હિન્દી, મરાઠી, વગેરે) સાથે ભણેલા માતા-પિતા કે જેઓ તેમના સંતાનો માટે શહેરની સારી એવી ઇંગલિશ મિડિયમ સ્કૂલમાં એડ્મિશન કરાવવા માટે દોડ્યા કરે છે. અને સ્વાભાવિક રીતે સંતાન નું ભવિષ્ય તેમના કરતા વધારે ઉજ્જવળ બનાવવા માંગે છે આવા ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ જ એક માત્ર રસ્તો છે.


માતા-પિતા બાળકના સારા ભવિષ્ય માટે તેના શિક્ષણ માટે તેમની ક્ષમતા કરતા કંઇક વધારે કરી છૂટવા પણ તૈયાર હોય છે. આથી જ સરકારી અને અર્ધ સરકારી શાળાઓના શિક્ષણ પર ભરોસો ન કરી પ્રાઇવેટ, મોંઘીદાટ અને વૈભવી શાળાઓમાં એડમિશન કરાવે છે. હવે આવી શાળાઓમાં એડમિશન બે ભાગોમાં વેહ્ચાય છે એક તો ગુજરાતી  મીડીયમ અને બીજું અંગ્રેજી મીડીયમ. અંગ્રેજી ભાષાનું કોર્પોરેટ જગતમાં અને મોટા ક્ષેત્રોમાં મહત્વ જોઈને કોઈ પણ માતા-પિતા શા માટે ગુજરાતી ભાષા શીખવે.

આ જ વાત ને લીધે લોકો મા અંગ્રેજી પ્રત્યે લગાવ વધી ગયો છે અને દરેક માતા-પિતાની મહેચ્છા જ થઇ ગઈ છે કે તેમનું બાળક અંગ્રેજી માધ્યમમાં જ એડમિશન લે, અને આ જ વાત નો ફાયદો અંગ્રેજી શાળાઓના ટ્રસ્ટી અને સંચાલકો ઉઠાવે છ.

બાળકને  ભણવાની ઉંમર કરતા થોડો વેહલા જ નર્સરી માં મૂકી દેવામાં આવે છે જ્યાં થી બાળક પાલતુ પોપટ થઈને બહાર આવે છે. અત્યારના બાળકોને ખાતા-પીતા, ટોયલેટ જતા શીખવાડતા પેહલા જ " એ ફોર અપ્પ્લે" શીખવાડવામાં આવે છે. બાળકની ટ્રેનિંગ તો નર્સરી સ્કુલમાં થઇ જાય પણ માતા-પિતાનું શું? જેમને અંગ્રેજીના એજ્યુકેશન અને એડ્યુકેશન માં જ ગોથા ખાઈ જવાતા હોય.

હવે આવા માતા-પિતા માટે જુદા-જુદા ટ્રેનિંગ સેન્ટર ખુલી ગયા છે. જ્યાં બાળકથી વધારે તો માતા-પિતા ને મેહનત કરવી પડે છે પણ લાચાર વાલીઓ કરે પણ શુ? આખરે બાળકના ભવિષ્યનો સવાલ છે. હવે ગુજરાતી ભણેલા વાલીઓને ક્યાં અંગ્રેજીની ચપળ-ચપળ ખબર પડે. આ ટ્રેનિંગ સેંટર વાળા પણ 10 દિવસની અંદર એવું તો શું કરાવી દેવાના કે માતા-પિતા ના અત્યાર સુધી ના હાવભાવ, બોલચાલ બદલાઈ જશે અને તે ઈન્ટરવ્યૂમાં પાસ થઇ જશે અને સંતાનનું એડમિશન કરાવી લેવાના.

"હિન્દી મીડીયમ" માં હિન્દી અને અંગ્રેજી ભાષામાં વેચાયેલી શિક્ષણ વ્યવસ્થા નો મુદ્દો જકડી લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે દરેક દેશઓમાં વર્ગ (ક્લાસ)ને 2 સ્તરે વહેંચવામાં આવે છે  સામાજિક રીતે અને આર્થિક રીતે. પરંતુ આપણા દેશમાં એક વધુ અલગ સ્તર વિકસાવી લીધું છે. એક છે અંગ્રેજી બોલવા વાળો શિક્ષિત અને હોશિયાર તો બીજો છે પ્રાદેશિક ભાષા (ગુજરાતી, હિન્દી, વગેરે) બોલતો એટલે કે નીચલી કે માધ્યમ કક્ષાનો વર્ગ પછી ભલે ને તેમની આર્થિક ક્ષમતા કેટલી છે તે જોવામાં આવતું નથી.



~~~~~~~~~~~~~~~~~~~~~
હવે અહીંયા જ આ વાતની અટકાયત કરતા આપણે ફિલ્મ "હિન્દી મીડીયમ" ની વાત શરૂ કરીએ. તો ફિલ્મ માં રાજ(ઈરફાન ખાન) ની શહેરમાં કપડાનો મોટો શો-રૂમ હોય છે જ્યાં દેશના દરેક નાના-મોટા ફેશન ડ્રેસ ડિઝાઈનરની સેમ ટુ સેમ ડ્રેસ મળી જાય છે. રાજ પૌસેટકે સુખી માણસ છે જે તેની પત્ની મીતા (સબાં કમર) અને પિયા સાથે શાંતિની જિંદગી જીવે છે. રાજ ની જિંદગી માં આભ તો ત્યારે તૂટે છે જયારે પિયા નું એડમિશન દિલ્હી ની ટોપ-5 સ્કૂલમાંથી કોઈ એક સ્કૂલમાં કરાવવાનું હોય છે જે મીતાનું સપનું હોય છે. આ સપનાને પૂરું કરવા રાજ અને મીતા ઘર બદલવાથી લઈને પોતાની રહેણીકરણી પણ બદલવા તૈયાર થઇ જાય છે.
સ્કૂલના એડમિશનની લાઈનમા ઉભા રહેતા પેહેલા તેઓ તેમનું ચંદનીચોકનું મકાન છોડી વસંત વિહાર જેવા વૈભવી વિસ્તારમાં  રહેવા જાય છે. એડમિશન થશે નહિ તેવી ભીતિ થતા મીતાનું દિલ તૂટી જાય છે અને રાજ પર એડમિશનનું ઘણું પ્રેશર આવી જાય છે.

આખરે રાજ પિયાના એડમિશન માટે RTE નો સહારો લે છે અને એક મહિના માટે તેઓ ગરીબ બનીને ગરીબ વસ્તીમાં રહેવા જાય છે. અહીંયા તેમની મુલાકાત શ્યામ પ્રકાશ (દિપક ડોબરિયાલ) સાથે થાય છે જે પેઢીઓથી ગરીબ હોય છે અને ગરબી સામે ટકી રહેવાની તેમની જબરદસ્ત  આવડત હોય છે.

વધારે રસપૂર્વક જાણવા માટે આ ફિલ્મ જોવી જ પડશે અને દરેક માતા-પિતા એ તો આ ફિલ્મ જોવી જ જોઈએ. માતા-પિતા તેમના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવવા કેટલી જફામારી કરે છે તેની પ્રતીતિ કરાવતી આ ફિલ્મના નાયક ઈરફાન ખાન છે જેમના અભિનય પર શંકાને કોઈ સ્થાન નથી. સબાં કમરે પણ માતાની ભૂમિકા ઘણી સારી નિભાવી છે એની  દિપક ડોબરિયાલનો અભિનય પણ લાજવાબ કહી શકાય એવો છે. ફિલ્મમાં વધારે પડતું જબરદસ્ત સંગીત નથી પણ ફિલ્મમાં કઈ ઓછું પણ જોવા મળતું નથી. ટૂંક માં "હિન્દી મીડીયમ" એક સારી અને જોવાલાયક ફિલ્મ છે જેના માટે તમારો કિંમતી સમય તમે આપી શકો છો.


Popular posts from this blog

કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ફરી એ મોટુ પણ ખાલી બેગ ઉઠાવવાનું મન થઇ ગયું છે, પાણીની ખાલી બોટલમાં યાદો અને સપનાનું કોકટેલ ભરી લેવાનું મન થઇ ગયુ છે. એક જ ચોપડામાં આખી દુનિયા લખી નાખવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ઢાંકણા વગરની પેન માટે આજે ફરી ફાંફા મારવાની ઈચ્છા થઇ ગઈ છે, ખોટા બહાના આપી આજે મિત્રો જોડે ઘણું બધું લખાવી દેવું છે, પાર્કિંગમાં બેસીને આજે ફરી થોડી સલાહ લઇ લેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે લેક્ચરમાં જવા આજે તને આગળ કરી દેવો છે, લેક્ચરમાં બેસીને આજે ફરી તારો નાસ્તો ખાવો છે, લેક્ચરમાં લીધેલી આધુરી ઊંઘને આજે ફરી પુરી કરવી છે, કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. "તારી માટે તો જાન છે" સાંભળવાનું આજે ફરી મન થયું છે, કોલેજના ટેરેસ પરથી અધૂરી યાદોને સમેટી લેવી છે, અધૂરી વાતોને આજે પગથિયાં પર બેસીને પુરી કરી દેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. દુનિયાની વાનગીઓ બાજુ પર મૂકી દોસ્તોના ટિફિનમાંથી આજે પેટ ભરી લેવું છે, બોટલ ખાલી કરીને આજે તને તરસ્યો રાખી દેવ...

Love and Friendship | પ્રેમ અને મિત્રતા

Love and Friendship | પ્રેમ અને મિત્રતા રવિ. એક અંતરમુખી અને ઓછાબોલો પણ પ્રથિપુર ગામનો સૌથી પ્રિય છોકરો. પાતળો બાંધો અને સામાન્ય કદ ધરાવતો રવિ અભ્યાસમાં ખુબ જ આગળ હતો. અભ્યાસમાંથી સમય કાઢીને ઘણીવાર તેના પિતાને ખેતરમાં મદદ પણ કરાવતો. ગામમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા પછી રવિએ નજીકના શહેરની કોઈ શાળામાં એડમિશન લઇ ધોરણ 11 શરુ કર્યું. અભ્યાસમાં રુચિને કારણે ઘરે થી પણ તેને કોઈ બાંધછોડ નહતી. ગામથી શાળા લગભગ દસેક કિમી જેટલી દૂર હતી અને ગામમાં બસ પણ ઘણી ઓછી આવતી હોવાથી રવિ દરરોજ સાયકલ લઈને શાળાએ જતો. રવિ તેનો નિત્યકર્મ પતાવી સવારે જ વાંચવા બેસી જતો. 11 વાગતા તે જમીને શાળાએ જવા નીકળી જતો અને પાછા આવતા આવતા તેને સાંજના સાત વાગી જતા. રવિ ઘણીવાર રાતે ગામના બાળકોને અભ્યાસમાં મદદ પણ કરતો. ગામના મોટા લોકો પણ તેની પાસે અમુકવાર અંગ્રેજી પત્રો અને કાગળ લઈને આવતા. આમ રવિનો આખો દિવસ શાળામાં અને ત્યારબાદ લોકોની મદદ કરવામાં જ દિવસ નીકળી જતો. એક વાર શિયાળાની સાંજનો સમય હતો. સુરજ આથમી ગયો હતો અને અંધારું થવામાં ખાલી એક પાતળી રેખા જ બાકી હતી. શાંત સડક પર રવિ શાળાએ થી સડસડાટ પાછો આવી રહ્યો હતો. પવનના કારણ...

10th board Result | 12th Result | motivation

Pressure of Result: શાળાઓમાં વેકેશન પતવાને આરે આવીને ઊભું છે. મામા કે ફોઈ ના ઘરે ગયેલા ટેણિયાંઓ ઘણી બધી નવી રમતો અને સ્મરણાં લઈને પાછા ફરી રહ્યા છે. ફરી સ્કુલ જવાની ઉત્સુકતા સાથે મનમાં વેકેશન પૂરું થઇ જવાનો એક જરાક અફસોસ સાથે ટેણિયાંઓ ફરી સ્કૂલ જતા થઇ જશે. ફરી સવાર બપોર અને સાંજે વિદ્યાર્થીઓનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે બીજી બાજુ ધોરણ 10 અને 12 નું રીઝ્લ્ટ આવવાની તૈયારીમાં છે. જબરદસ્ત તૈયારી અને ઉજાગરા બાદ વેકેશનમાં ખુબ મઝા અને તેમના શોખને પૂરતો સમય આપી હવે થોડો ડર અને ઉત્સાહથી તેમના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હશે. માતા-પિતા તેમના બાળકો માટે કઈ લાઈન સારી છે અને તે માટે કઈ કૉલેજ યોગ્ય છે તે જાણવા સંબંધીઓ અને મિત્રોને પૂછીને તારણ પણ મેળવી લીધું હશે. વિદ્યાર્થીઓ તેમના સાથે ભણતા તેમના મિત્રો સાથે ફોન અને ફેસબુક પર રિઝલ્ટનું ટેંશન શેર કરવા લાગ્યા હશે અને ટેંશન હોય પણ ખરા જ ને તેમના વિદ્યાર્થીકાળની અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું રિઝલ્ટ જે આવવાનું હોય છે. આ રિઝલ્ટનું એટલું જ ટેંશન તે તેથી વધારે તેમના માતા-પિતાને હોય છે કારણકે બાળકથી તેમની આશાઓ પણ ઘણી મોટી હોઈ છે. રિઝલ્ટ આવતાની સા...