Skip to main content

Shahrukh Khan



Shahrukh Khan name is enough:



"શાહરૂખ ખાન" નામ સાંભળતાની સાથે જ "ડર", "બાઝીગર", "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે", "કુછ  કુછ હોતા હે", "કલ હો ના","દેવદાસ", "દિલ સે", " વીર ઝારા", "ચક દે ઇન્ડિયા", "ડોન", "ડોન-2", "જબ તક હૈ જાન" જેવી અનેક હિટ ફિલ્મોની યાદ આવી જ જાય અને કેમ ન આવે. આ દરેક ફિલ્મો એ  હિન્દુસ્તાની ફિલ્મ જગતની સાથે વિદેશની ધરતી ઉપર પણ ગજબની ધૂમ મચાવી હતી. ત્યાર પછી જ તો શાહરૂખ ખાન "બાદશાહ",  "બાદશાહ ખાન","કિંગ ખાન" નામથી જાણીતો થયો.



આ બધી સફળતા પાછળ શાહરૂખ ખાનનું સંઘર્ષ પણ કઈ નાનું સુનું ન હતું.
દિલ્હીની ગાલિયોમા જન્મેલા શાહરુખ ખાનની માતાની ખ્વાહિશ હતી કે તેનો શાહરૂખ દિલીપ કુમાર જેવો મોટો સ્ટાર બને. પંદર વર્ષની ઉંમરે જ પિતાનો દેહાંત થઇ ગયા બાદ માતાએ નાના મોટા કામ કરી શાહરુખનો અભ્યાસ પૂરો કરાવ્યો.



અભ્યાસ બાદ શાહરૂખે થિયેટર જોઈન કર્યું, જ્યાં તેના ગજબ અભિનયને જોઈને લોકોએ બોલિવૂડમાં ઑડિશન આપવાની સલાહ આપી.



શાહરુખનું સાચું સંઘર્ષ મુંબઈ આવતાની સાથે શરુ થઇ ગયું. મુંબઈમાં દિવસોના દિવસો વીતી ગયા પણ તેને કોઈ જ કામ મળ્યું નહી. આખરે દિલ્હી થી લાવેલા પૈસા પણ પતી ગયા અને હવે એવો સમય આવી ગયો કે ઘરે પાછા જવાના પૈસા પણ ન રહ્યા. આવા સમયે શાહરૂખે મુંબઈના રેલ્વે સ્ટેશનને તેનું ઠેકાણું બનાવ્યું.



ઘણી જેહમત કર્યા  બાદ "ફૌજી" નામની ટીવી સિરિયલમાં કામ મળ્યું જેને લીધે શાહરુખ ઘર ઘરમાં સૌનો માનીતો થઇ ગયો અને તેના આગવા  અભિનય થી બોલિવુડના દિગ્ગજ અને મોટા ગજાના કલાકારો પણ તેની સાથે કામ કરવા પ્રેરિત થયા હતા.



આ પછી ફિલ્મો માં તેને પ્રથમ બ્રેક "દિવાના" ફિલ્મ થી મળ્યો હતો જે ખુબ જ વખણાઈ હતી. ત્યાર બાદ તેની ફિલ્મો "બાઝીગર" અને "ડર" ખુબ જ હિટ થઇ હતી જેમાં શાહરુખનો રોલ નેગેટિવ હતો. પણ તેને લીધે શાહરુખ ને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી.
સમય જતા તેની ફિલ્મ "દિલવાલે દુલહનીયા લે જાયેંગે" એ હિન્દી ફિલ્મ જગતની સૌથી વધારે ચર્ચિત અને વધારે ચાલનારી ફિલ્મ બની ગઈ.



તેની સાથે જ શાહરુખ   બોલિવૂડના મોખરાના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર એવા "યશ ચોપરા"ના માનીતો એક્ટર થઇ ગયો. યશ ચોપરા અને શાહરુખ ખાન એ સાથે ઘણી ખરી ફિલ્મો કરી જે બધી જ હિટ સાબિત થઇ. 



આમ શાહરુખ ખાનની ગણતરી બોલિવૂડના સ્ટાર  તરીકે ની થવા લાગી.
દિલ્હીમાં જન્મેલો તરવરતો છોકરો કે જે મુંબઈમાં માત્ર સપના લઈને આવ્યો હતો અને તેનો આજે દુનિયાના સૌથી પૈસાદાર એક્ટર્સમાં સમાવેશ થાય છે.
શાહરૂખ ખાનની લોકપ્રિયતા આજે દુનિયા ના દરેક દેશમાં જોવા મળે છે અને સમય ની સાથે તેની આ લોકપ્રિયતામાં સહેજ પણ આંચ આવી નથી. શાહરૂખ ખાન આજે દેશનો સૌથી માનીતો કલાકાર છે એમ કહી શકાય.



ફિલ્મમાં એકટિંગની સાથે શાહરૂખ ખાન પાસે આઈપીએલ માં "કલકત્તા નાઈટ રાઈડર્સ" નામ ની ટીમ પણ છે અને રેડ ચિલીસ નામની કંપની પણ છે જેને અનેક ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.




શાહરુખ ખાનની ગણતરી આજે દિગ્ગજ કલાકારોમાં થાય છે અને થાય જ ને રૂંવાટા ઊભા થઇ જાય એવું સંઘર્ષ કરીને કોઈ પણ ગોડફાધર વગર બોલિવૂડમાં 25 વર્ષથી પણ વધારે સમય સુધી ટકી રેહવું એ કોઈ નાની વાત તો ન જ કહેવાય.



શાહરુખ ખાન તેની બધી જ સફળતાનો શ્રેય તેની માતા ને આપે છે કારણકે તેની માતાનું જ આ સપનું હતું.




some pictures of Shahrukh Khan:
DDLJ


Popular posts from this blog

કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ફરી એ મોટુ પણ ખાલી બેગ ઉઠાવવાનું મન થઇ ગયું છે, પાણીની ખાલી બોટલમાં યાદો અને સપનાનું કોકટેલ ભરી લેવાનું મન થઇ ગયુ છે. એક જ ચોપડામાં આખી દુનિયા લખી નાખવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ઢાંકણા વગરની પેન માટે આજે ફરી ફાંફા મારવાની ઈચ્છા થઇ ગઈ છે, ખોટા બહાના આપી આજે મિત્રો જોડે ઘણું બધું લખાવી દેવું છે, પાર્કિંગમાં બેસીને આજે ફરી થોડી સલાહ લઇ લેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે લેક્ચરમાં જવા આજે તને આગળ કરી દેવો છે, લેક્ચરમાં બેસીને આજે ફરી તારો નાસ્તો ખાવો છે, લેક્ચરમાં લીધેલી આધુરી ઊંઘને આજે ફરી પુરી કરવી છે, કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. "તારી માટે તો જાન છે" સાંભળવાનું આજે ફરી મન થયું છે, કોલેજના ટેરેસ પરથી અધૂરી યાદોને સમેટી લેવી છે, અધૂરી વાતોને આજે પગથિયાં પર બેસીને પુરી કરી દેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. દુનિયાની વાનગીઓ બાજુ પર મૂકી દોસ્તોના ટિફિનમાંથી આજે પેટ ભરી લેવું છે, બોટલ ખાલી કરીને આજે તને તરસ્યો રાખી દેવ...

Love and Friendship | પ્રેમ અને મિત્રતા

Love and Friendship | પ્રેમ અને મિત્રતા રવિ. એક અંતરમુખી અને ઓછાબોલો પણ પ્રથિપુર ગામનો સૌથી પ્રિય છોકરો. પાતળો બાંધો અને સામાન્ય કદ ધરાવતો રવિ અભ્યાસમાં ખુબ જ આગળ હતો. અભ્યાસમાંથી સમય કાઢીને ઘણીવાર તેના પિતાને ખેતરમાં મદદ પણ કરાવતો. ગામમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા પછી રવિએ નજીકના શહેરની કોઈ શાળામાં એડમિશન લઇ ધોરણ 11 શરુ કર્યું. અભ્યાસમાં રુચિને કારણે ઘરે થી પણ તેને કોઈ બાંધછોડ નહતી. ગામથી શાળા લગભગ દસેક કિમી જેટલી દૂર હતી અને ગામમાં બસ પણ ઘણી ઓછી આવતી હોવાથી રવિ દરરોજ સાયકલ લઈને શાળાએ જતો. રવિ તેનો નિત્યકર્મ પતાવી સવારે જ વાંચવા બેસી જતો. 11 વાગતા તે જમીને શાળાએ જવા નીકળી જતો અને પાછા આવતા આવતા તેને સાંજના સાત વાગી જતા. રવિ ઘણીવાર રાતે ગામના બાળકોને અભ્યાસમાં મદદ પણ કરતો. ગામના મોટા લોકો પણ તેની પાસે અમુકવાર અંગ્રેજી પત્રો અને કાગળ લઈને આવતા. આમ રવિનો આખો દિવસ શાળામાં અને ત્યારબાદ લોકોની મદદ કરવામાં જ દિવસ નીકળી જતો. એક વાર શિયાળાની સાંજનો સમય હતો. સુરજ આથમી ગયો હતો અને અંધારું થવામાં ખાલી એક પાતળી રેખા જ બાકી હતી. શાંત સડક પર રવિ શાળાએ થી સડસડાટ પાછો આવી રહ્યો હતો. પવનના કારણ...

10th board Result | 12th Result | motivation

Pressure of Result: શાળાઓમાં વેકેશન પતવાને આરે આવીને ઊભું છે. મામા કે ફોઈ ના ઘરે ગયેલા ટેણિયાંઓ ઘણી બધી નવી રમતો અને સ્મરણાં લઈને પાછા ફરી રહ્યા છે. ફરી સ્કુલ જવાની ઉત્સુકતા સાથે મનમાં વેકેશન પૂરું થઇ જવાનો એક જરાક અફસોસ સાથે ટેણિયાંઓ ફરી સ્કૂલ જતા થઇ જશે. ફરી સવાર બપોર અને સાંજે વિદ્યાર્થીઓનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે બીજી બાજુ ધોરણ 10 અને 12 નું રીઝ્લ્ટ આવવાની તૈયારીમાં છે. જબરદસ્ત તૈયારી અને ઉજાગરા બાદ વેકેશનમાં ખુબ મઝા અને તેમના શોખને પૂરતો સમય આપી હવે થોડો ડર અને ઉત્સાહથી તેમના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હશે. માતા-પિતા તેમના બાળકો માટે કઈ લાઈન સારી છે અને તે માટે કઈ કૉલેજ યોગ્ય છે તે જાણવા સંબંધીઓ અને મિત્રોને પૂછીને તારણ પણ મેળવી લીધું હશે. વિદ્યાર્થીઓ તેમના સાથે ભણતા તેમના મિત્રો સાથે ફોન અને ફેસબુક પર રિઝલ્ટનું ટેંશન શેર કરવા લાગ્યા હશે અને ટેંશન હોય પણ ખરા જ ને તેમના વિદ્યાર્થીકાળની અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું રિઝલ્ટ જે આવવાનું હોય છે. આ રિઝલ્ટનું એટલું જ ટેંશન તે તેથી વધારે તેમના માતા-પિતાને હોય છે કારણકે બાળકથી તેમની આશાઓ પણ ઘણી મોટી હોઈ છે. રિઝલ્ટ આવતાની સા...