Skip to main content

પાણી અને ઉનાળો

પાણી અને ઉનાળો



બાહુબલી અને આઈપીલ ની જોરદાર ટ્રેન્ડ વચ્ચે હજુ પણ એવી અનેક જગયાઓ છે જ્યાં વીજળી તો દૂર પાણીની એક બુંદ માટે પણ ઘણો પરિશ્રમ કરવો પડે છે.

જોવા જઈએ તો આસ્થિતિ માત્ર મનુષ્યની જ નહિ પણ ફૂલો પર રહેતી નાની જીવાતો થી લઈને જંગલી જીવો અને હાથીની  પણ થાય છે.

મનુષ્યની તરસ "પાણી ની પરબ" પર થી છીપાઇ જાય છે પણ મૂંગા જીવોનો તો જીવ બળી ને ખાખ થઇ જતો હશે.

આ સોશ્યિલ મીડિયાના ટ્રેન્ડિંગ અને આઉટ ઓફ ટ્રેન્ડ ના સમયમાં જો કોઈને આ મુંગા પ્રાણીઓ સામે જોવા નો પણ સમય મળી જાય ભગવાન મળ્યા કહી શકાય.

ગરમી નો પારો જેમ જેમ ચઢે છે એમ એમ સોશ્યિલ મીડિયા ઉપર ન્યૂઝ ફીડ થયા કરે છે.

મે મહિના ની ચકચાર ગરમી માં એ.સી. ની ઠંડીમાં પડી રહેવાને શાન સમજતા લોકો આજે ક્યાં પક્ષીઓ અને જીવો પ્રત્યે હમદર્દી દાખવે.

આવી સ્થિતિને જોતા એ દ્રશ્ય પણ દૂર નથી કે બાપ તેના દીકરા ને યૂટ્યૂબ પર જ પક્ષીઓ અને પ્રાણીઓ બતાવશે અને કેહશે કે "અમે તો સાથે રમતા હતા અને અમુક તો લાઈવ જોયેલા છે."

આ હસવાની વાત ને સમય જતા હકીકત માં પરિણમતા વાર લાગે એમ નથી.


જો વાત ખોટી લાગે તો એક વખત ભર બપોરમા એ.સી. રૂમ ની બહારનું દ્રશ્ય જોઈ લેજો.

એક સુંદર અને નાજુક પક્ષીની મજબૂરી પણ કેવી હશે કે નળમાંથી ટપકી રહેલ એક બુંદ પાણી માટે પણ અઘરી તપસ્યા કરવી  પડતી હશે.

આ તો હતી માત્ર પક્ષીઓની વાત આવારા કુતરા બિલાડીઓની વાતો કોણ કરે જ છે, એમની પણ હાલત કંઈક આવી જ થતી હશે.

એક પળનો છાંયડો શોધતા કેટલુંય અંતર ચાલી કાઢતા હશે ને માંડ છાંયો મળતો હશે કે ત્યાં કોઈ વાહન મૂકી દેશે અને સાંજ પડતાની સાથે જ ફરીથી એ ખાવા માટેની દોડધામ અને વાહનોની વચ્ચે જીવ ને જીવની જેમ સાચવી રાખવાની રેસ શરુ.

જો આ જ મુંગા પક્ષીઓ અને પ્રાણીઓ બોલી શકતા હોત તો માણસ નું હૃદય કંપી જાત કારણકે એમની જીવન જરૂરિયાતના સંઘર્ષની સામે આપણા સપના માટે નું સંઘર્ષ તો કઈંજ નથી એમ કહી શકાય.

આવા સાચા સંઘર્ષવીરો માટે જો માનવી પાણીની વ્યવ્સ્થા  ન કરી શકે તો એ શાનો માનવી.

કુદરત માટે નહિ પણ આવતી પેઢી ના બાળકો માટે તો તેમનું ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય, તો પોતાના  ઘરની બહાર પણ સગવડ પ્રમાણે પાણીની નાની વાડકી, ટબ કે કુંડી મૂકી આવતી પેઢી માટે આ પ્રાણીઓનું ધ્યાન રાખો કે જેથી ઈન્ટરનેટ ના જમાનામા તમારી આવનારી પેઢી જીવતા પ્રાણીઓને નઝર સામે નિહાળી તો શકે.