Skip to main content

બેકપેકર્સ : True game changers





તેનું નામ યશ પટેલ. મૂળ ગુજરાતી પણ દિલ્હીમાં સ્થાયી જેની ઉંમર ચોવીસ-પચીસ વર્ષ હશે. પાતળો બાંધો, ઊંચું કદ, સ્ફૂર્તિમય મિજાજ અને દુનિયા ઘૂમી લેવાના સપના સાફ દેખાઈ આવે એવી તેજ આંખો.

ચેહરા પર ઉંમર નો જરાય લસરકો નહિ એવા વેસ્ટર્ન ચેહરા પર આચ્છી દાઢી અને કલાસિક ચશ્માને કારણે ચેહરા પર અલગ જ ચાર્મ દેખાતો હતો. જૂનું ઘસાયેલું જિન્સ અને ખુલતી ટી-શર્ટ તેનો રોજનો પોશાક જ હતો. તે બેક્પેકર છે. કઈ નઈ તો અત્યારે તો આ જ તેની સાચી ઓળખ છે.

બેક્પેકર શબ્દ કદાચ નવો હોઈ શકે. બેક્પેકરને ટૂંક માં સમજવો હોઈ તો "યેહ જવાની હે દીવાની" ફિલ્મ નો રનબીર કપૂર કહી શકાય.

ખભા પર મોટ્ટો તોતિંગ થેલો ભરાવીને દુનિયા ના જુદા  જુદા દેશોના રંગોએ  રંગાવા અને નિહાળવા નીકળી પડેલો બિન્ધાસ્ત પ્રવાસી. સામાન્ય પ્રવાસીઓની જેમ મોટી સૂટકેસ, વધારે સામાન, એડવાન્સ બુકિંગ, કાર, વગેરે બેક્પેકર્સને માફક ના આવે. તે તો બિન્ધાસ્ત અને જુગાડુ જ હોવાનો જે ઓછા પૈસે વધારે ફરી લે. આવા અનેક પ્રવાસીઓ ઇન્ડિયા આવે છે અને મહિનાઓ સુધી અલગારી રખડપટ્ટી કરે છે.

યશ તેની બેકપેકર્સ કોમ્યુનિટીનો પરફેક્ટ પ્રતિનિધિ છે. ચીન, રશિયા, થાઈલેન્ડ જેવા ચારેક દેશો ખૂંદી આવેલ યશનો હોંગ કોંગમા તેનો ત્રીજો મહિનો છે.

પિતાના એન્જિનિયર બનાવવાના ખ્વાબને પૂરું કરી યશએ એક વર્ષ જેવું નાની મોટી જોબ કરી પૈસા ભેગા કર્યા અને પછી ઘરે સૌને મનાવીને બેકપેકર્સની જિંદગી જીવવા નીકળી પડ્યો.

આપણા દેશમાં છોકરા-છોકરીઓ ઉપર માતા-પિતાના સપનાઓ પુરા કરવાનું ભારણ જ એટલું હોય છે કે તેમની જિંદગી જીવવાનો મોકો જ આધેડ વય બાદ મળે છે. ત્યાં જ તેમના પર જવાબદારીઓનું પોટલું નાખી દેવામાં આવે છે. ભારતીય સમાજમાં જો છોકરો/છોકરી 25 વર્ષ સુધી ગ્રેજ્યુએટ ન થયો હોઈ તો જાણે મોટો ગુનાખોર હોઈ એમ જોવામાં આવે છે. અને 30 વર્ષ સુધી અનસેટલ ફરતો હોય તો તો પછી નવરા સમાજ માટે આગમાં ઘી ની વાત.
હવે સ્કૂલનું ભણતર પૂરું કરી સત્તર-અઢાર વર્ષની કાચી ઉંમરમાં છોકરાછોકરીઓને ક્યાં થી સમજ હોઈ કે આગળ શું કરવું? આટલા મોટા નિર્ણય માટે ખાસ્સો અનુભવ જોઈએ. જે જુવાનીમા પાપાપગલી કરતામાં ક્યાંથી હોવાની. આથી માતા-પિતા તેમને ગમતી કોઈ પણ લાઈન લેવડાઈ દે છે. આ લાઈન જો માફક આવી જાય તો ઠીક નઈ તો બે-ચાર વર્ષ બગડે જ.

લાઈન પસંદ કરતા પહેલા જુવાનિયાઓનું ઘરે થી નીકળી થોડો પ્રવાસ કરવો જ જોઈએ કારણકે પ્રવાસ થી પોતાના વિષે જેટલું જાણવા મળે છે તેટલું કોઈ પ્રવચન કે સ્પીચ સાંભળવાથી નથી મળતું. યશ કહે છે કે, "હું જોબ કરતો હતો તે દરમ્યાન મેં ઘણી રિસેર્ચ કરી હતી કે કયા દેશમાં શું જોવા જેવું  છે અને બસ નીકળી પડ્યો."

કોઈ ચિંતા અને કોઈ જંજટ વગર ખભે થેલો ભરાવી બસ મહિનાઓ સુધી રખડતું રેહવું એ કદાચ પશ્ચિમી જીવનશૈલી કહી શકાય. પણ પોતાના વિષે જાણવા માટે બધું જાયેઝ કહેવાય.

યશ ઘરે થી નીકળ્યો ત્યારે તે માત્ર 2 પેન્ટ 2 ટી-શર્ટ લઈને નીકળ્યો હતો. અને તેનો જીવ સમાન કેમેરો.તેમજ બીજી નાની મોટી વસ્તુઓ. યશ કહે છે કે "અમે ગમે ત્યારે રહેવા માટે સસ્તામાં સસ્તી જગ્યા જ શોધીએ છે. અને ફરવામાં વધારે પૈસા ખર્ચીએ છે." અને બેકપેકર્સનો આજ સીધો નિયમ છે કે ખાવા-પીવા, રહેવા કરતા નવી જગ્યાઓ જોવામાં વધારે ખર્ચ કરવો.

યશનું વ્યક્તિત્વ જુના જિન્સ જેવું છે કોઈ ની પણ સાથે કંફર્ટ થઇ જાય, પળભરમાં જ કોઈ ની પણ સાથે મિત્રતા કરી દે એવો સ્વભાવ. આવા સ્વભાવને કારણે જ એકલો પ્રવાસી ઇન્ટરેસ્ટિંગ અને આકસ્રષણનું કેન્દ્ર બની જાય છે. શરમાળ અને ઓછાબોલી વ્યક્તિ માટે પણ એકલો પ્રવાસ સારો પુરવાર થાય છે બસ શરત એટલી કહી શકાય કે તેનામાં નવી જગ્યાઓ જાણવા અને જોવાની ઉત્સુકતા હોવી જોઈએ.




જો સ્માર્ટ પ્લાંનિંગ હોય તો આવો પ્રવાસ કોઈ જોખમી બનતો નથી.

Popular posts from this blog

કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ફરી એ મોટુ પણ ખાલી બેગ ઉઠાવવાનું મન થઇ ગયું છે, પાણીની ખાલી બોટલમાં યાદો અને સપનાનું કોકટેલ ભરી લેવાનું મન થઇ ગયુ છે. એક જ ચોપડામાં આખી દુનિયા લખી નાખવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. ઢાંકણા વગરની પેન માટે આજે ફરી ફાંફા મારવાની ઈચ્છા થઇ ગઈ છે, ખોટા બહાના આપી આજે મિત્રો જોડે ઘણું બધું લખાવી દેવું છે, પાર્કિંગમાં બેસીને આજે ફરી થોડી સલાહ લઇ લેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે લેક્ચરમાં જવા આજે તને આગળ કરી દેવો છે, લેક્ચરમાં બેસીને આજે ફરી તારો નાસ્તો ખાવો છે, લેક્ચરમાં લીધેલી આધુરી ઊંઘને આજે ફરી પુરી કરવી છે, કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. "તારી માટે તો જાન છે" સાંભળવાનું આજે ફરી મન થયું છે, કોલેજના ટેરેસ પરથી અધૂરી યાદોને સમેટી લેવી છે, અધૂરી વાતોને આજે પગથિયાં પર બેસીને પુરી કરી દેવી છે. કોણ જાણે આજે ફરી કોલૅજ લાઈફ જીવી લેવાનું મન થયું છે. દુનિયાની વાનગીઓ બાજુ પર મૂકી દોસ્તોના ટિફિનમાંથી આજે પેટ ભરી લેવું છે, બોટલ ખાલી કરીને આજે તને તરસ્યો રાખી દેવ...

Love and Friendship | પ્રેમ અને મિત્રતા

Love and Friendship | પ્રેમ અને મિત્રતા રવિ. એક અંતરમુખી અને ઓછાબોલો પણ પ્રથિપુર ગામનો સૌથી પ્રિય છોકરો. પાતળો બાંધો અને સામાન્ય કદ ધરાવતો રવિ અભ્યાસમાં ખુબ જ આગળ હતો. અભ્યાસમાંથી સમય કાઢીને ઘણીવાર તેના પિતાને ખેતરમાં મદદ પણ કરાવતો. ગામમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા પછી રવિએ નજીકના શહેરની કોઈ શાળામાં એડમિશન લઇ ધોરણ 11 શરુ કર્યું. અભ્યાસમાં રુચિને કારણે ઘરે થી પણ તેને કોઈ બાંધછોડ નહતી. ગામથી શાળા લગભગ દસેક કિમી જેટલી દૂર હતી અને ગામમાં બસ પણ ઘણી ઓછી આવતી હોવાથી રવિ દરરોજ સાયકલ લઈને શાળાએ જતો. રવિ તેનો નિત્યકર્મ પતાવી સવારે જ વાંચવા બેસી જતો. 11 વાગતા તે જમીને શાળાએ જવા નીકળી જતો અને પાછા આવતા આવતા તેને સાંજના સાત વાગી જતા. રવિ ઘણીવાર રાતે ગામના બાળકોને અભ્યાસમાં મદદ પણ કરતો. ગામના મોટા લોકો પણ તેની પાસે અમુકવાર અંગ્રેજી પત્રો અને કાગળ લઈને આવતા. આમ રવિનો આખો દિવસ શાળામાં અને ત્યારબાદ લોકોની મદદ કરવામાં જ દિવસ નીકળી જતો. એક વાર શિયાળાની સાંજનો સમય હતો. સુરજ આથમી ગયો હતો અને અંધારું થવામાં ખાલી એક પાતળી રેખા જ બાકી હતી. શાંત સડક પર રવિ શાળાએ થી સડસડાટ પાછો આવી રહ્યો હતો. પવનના કારણ...

10th board Result | 12th Result | motivation

Pressure of Result: શાળાઓમાં વેકેશન પતવાને આરે આવીને ઊભું છે. મામા કે ફોઈ ના ઘરે ગયેલા ટેણિયાંઓ ઘણી બધી નવી રમતો અને સ્મરણાં લઈને પાછા ફરી રહ્યા છે. ફરી સ્કુલ જવાની ઉત્સુકતા સાથે મનમાં વેકેશન પૂરું થઇ જવાનો એક જરાક અફસોસ સાથે ટેણિયાંઓ ફરી સ્કૂલ જતા થઇ જશે. ફરી સવાર બપોર અને સાંજે વિદ્યાર્થીઓનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે બીજી બાજુ ધોરણ 10 અને 12 નું રીઝ્લ્ટ આવવાની તૈયારીમાં છે. જબરદસ્ત તૈયારી અને ઉજાગરા બાદ વેકેશનમાં ખુબ મઝા અને તેમના શોખને પૂરતો સમય આપી હવે થોડો ડર અને ઉત્સાહથી તેમના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હશે. માતા-પિતા તેમના બાળકો માટે કઈ લાઈન સારી છે અને તે માટે કઈ કૉલેજ યોગ્ય છે તે જાણવા સંબંધીઓ અને મિત્રોને પૂછીને તારણ પણ મેળવી લીધું હશે. વિદ્યાર્થીઓ તેમના સાથે ભણતા તેમના મિત્રો સાથે ફોન અને ફેસબુક પર રિઝલ્ટનું ટેંશન શેર કરવા લાગ્યા હશે અને ટેંશન હોય પણ ખરા જ ને તેમના વિદ્યાર્થીકાળની અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષાનું રિઝલ્ટ જે આવવાનું હોય છે. આ રિઝલ્ટનું એટલું જ ટેંશન તે તેથી વધારે તેમના માતા-પિતાને હોય છે કારણકે બાળકથી તેમની આશાઓ પણ ઘણી મોટી હોઈ છે. રિઝલ્ટ આવતાની સા...